________________
૩૪૨
આનંદઘન પદ
·
૪૮
આપસ આપસમાં લડાઈ ઝઘડા ટંટાફિસાદ ચાલતા હતા. હિંદુઓના - આર્યોના આર્યધર્મના કુસંપનો યવનોએ પૂરેપૂરો લાભ ઉઠાવ્યો અને ભારતભૂમિના તથા ભારતભૂમિની ધર્મસંપત્તિ જ્ઞાનખજાનાને બેહાલ કરવામાં કાંઈ બાકી રાખ્યું નહિ. ધર્મ ધર્મ વચ્ચેની અને પંથ પંથ વચ્ચેની લડાઈઓ લડાતી હતી. ધર્મના નામે અને ધર્મરક્ષાના નામે પણ એ બધી લડાઈઓ તે તે ધર્મ ધૂરંધરોના મોહભાવની, માયાભાવની જ લડાઈઓ હતી.
આવા વિકટ સંયોગોમાં બુદ્ધિ એ યોગીઓની પાસે દોરી ગઈ અને તે યોગીઓની સાથે રહીને તેમની ક્રિયાઓ અને વિચારશક્તિથી એવી તો દબાઈ ગઈ કે જાણે સત્ય બધું અહિંયા જ છે એમ બુદ્ધિ માનવા લાગી.
બુદ્ધિ જ્યારે પક્ષપાતી બને છે ત્યારે બીજાઓનો તિરસ્કાર કરે છે. પોતાનાથી વિપરીત આચરણા કરનારા તેમજ વિપરીત માન્યતા ધરાવનારા લોકોને નાસ્તિક, અઘમ, મિથ્યાદૃષ્ટિ, કાફર વિગેરે હલકા વિશેષણોથી તુચ્છકારે છે. યોગીઓના પંથવાદનો અનુભવ કર્યા પછી યોગીરાજજીને એમની બુદ્ધિ એમને યતિઓના પોશાળપંથમાં લઈ ગઈ. ત્યાં પણ મંત્રતંત્રાદિ સિદ્ધિઓની સાધના, ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી આદિ દિવસોમાં ભૂત-પ્રેત, પિશાચ, શાકિની, ડાકિની આદિ મેલા તત્ત્વોને - મેલા દેવોને વશ કરવાની સાધના માટે રાત્રિ દરમ્યાન મસાણમાં જવું અને રાત્રિ જાગરણ કરવું આદિમાં તે યતિઓનો હેતુ કદાચ ધર્મરક્ષા કરવાનો હોય પણ આત્માશુદ્ધિનો હેતુ તો હોતો જ નથી. આમ યતિઓએ કીધી યતણી એટલે કે એ યતિઓની સાથે રહીને બુદ્ધિ તેમના જેવી ક્રિયા કરતી થઈ ગઈ.
હરે કૃષ્ણ પંથવાળા, સ્વામી નારાયણ પંથવાળા તેમજ બીજા પંથો કે જેઓ ભજનભાવમાં ચુસ્ત અને મસ્ત હોય છે જેવાં કે મંદિરમાર્ગીઓની હવેલીમાં, દહેરાસરોમાં પ્રભુભકિત, ભજનભાવ, આ બધું જ્યાં હોય પણ તે બધું આત્મલક્ષ વિનાનું હોય છે, ત્યાં પણ તેમની બુદ્ધિ ગઈ અને ભજન કીર્તનમાં લીન થઈ ભકતાણી બની ગઈ.
ધર્મ એકજ, તત્ત્વ એક જ પણ ક્રિયા બધાની જુદી જુદી એવાં દિગંબર,
સત્નો ભોક્તા અને અસત્નો દૃષ્ટા તે જ્ઞાની.