________________
૩૪૮
આનંદઘન પદ - ૪૮
રક્ષણ કરવું એ જ સુરાનો ધર્મ છે. નિર્બલ કે બલરામ એ કુદરતની કોર્ટનો જાય છે. આવું ઠીંગે ઠીગો વાજતુ હોય એટલે કે ડીંગે ડીંગ ચાલતી હોય - તદ્દન ખોટે ખોટું જ જયાં ચાલતું હોય, કુદરતના ન્યાયની સામે જયાં ખુલ્લે ખુલ્લા બળવો પોકારાતો હોય ત્યાં પછી ન્યાયની આશા કોની પાસે રખાય ? આ જગતનો આવો સ્વાર્થી ન્યાય તેમાં કોણ સાક્ષી આપવા તૈયાર થાય ? અર્થાત્ પુયશાળીઓ પુણ્યના જોરે, સત્તાના જોરે નિર્બળને દબાવે અને તેની પાસે પોતાના ધાર્યા ખોટા કામ કરાવે ત્યાં તે બળહીન - અબલા - નિર્બળ શું કરી શકે અને શું બોલી શકે? એ બાપડાને અનિચ્છાએ પણ ખોટા કામ કરવા પડે, વળી જે ખરેખર સજ્જન છે, જે ન્યાય અન્યાયને સમજે છે તે ખોટું સમજતો હોવા છતાં એ પુણ્યશાળી સામે કાંઈ કરી શકે નહિ એટલે એણે તો મૂંગે મોઢે તે અન્યાયને જોવો રહ્યો. ? જગતમાં જગતના લોકોની વચ્ચે ટકી રહેવું હોય તો તેની પાસે ખોટી હા માં હા ભણવી પડે.
જીવ જો પોતાની અંતર્ગત રહેલ ભીતરી આત્મશકિત કે જે અનુપમ શક્તિ છે તેનો વિચાર કરે તો તે શકિતથી આ જગતની બધી સત્તાને પછડાટ ખવડાવી. શકે એમ છે, પરંતુ જીવ પોતે જ નિર્બળ બન્યો છે. એની બુદ્ધિ પક્ષપાતી. હોવાના કારણે અબળા બની છે અને તે જ જયારે ખોટી રીતે વર્તે ત્યારે તેની સાક્ષી પુરવા કોણ તૈયાર થાય ? આ જગતમાં મોહમાયાની ભેદભાવવાળી કપટી. નીતિવાળા વડે આ યોદ્ધાની આણ પ્રવર્તી રહી છે અને એના રાજયમાં રહેલાં એવાં આપણી પર તેનું રાજ ચલાવે છે.
જે જે કીધું કે જે કરાવ્યું, તેહ કહેતી હું લાજું થોડે કહે ઘણું પ્રીછી લેજો, પરશું તીરથ નહિ બીજું. માયડી...૭.
યોગી મહાત્મા આનંદઘનજી પોતાના મનોભાવ ખુલ્લા કરે છે. મારી પક્ષપાતવાળી બુદ્ધિએ કરીને મેં જે જે કીધું, જે જે ભૂલો કરી; જે જે કરાવડાવ્યું તે કહેતા પણ મને લાજ - શરમ આવે છે. અગાઉના પૂર્વ ભવોમાં મતિ સાથે સંબંધ કરેલ અર્થાત્ બુદ્ધિ જે કહે - જે શિખામણ આપે તે કરવાનું રાખેલ, જેના કારણે આત્મામાં ખોટા સંસ્કારો પડી ગયેલ. એ સંસ્કારોને કારણે આ ભવમાં મેં જે જે કર્યું છે, મનથી વિચાર્યું છે તે કહેતા મને લજ્જા આવે છે.
વ્યવહાર છોડ્યા વિના અને નિશ્ચય ભૂલ્યા વિના નિશ્ચયપૂર્વક વ્યવહાર કરવો.