________________
આનંદઘન પદ - ૪૮
૩૪૭
કરાતી આરાધના પણ સ્વીકાર્ય બનવી જોઈએ.
દરેક મતવાળા પોતપોતાના મતની ખેંચમાં ધર્મ મનાવવા લાગ્યા. પરંતુ નિષ્પક્ષભાવથી આત્મશુદ્ધિ થતી હોય એવો વીતરાગભાવવાનો ધર્મ મેં કયાંયા દેખ્યો નહિ. ધર્મ તત્વ પોતે અમૂર્ત - અરૂપી અને વીતરાગ સ્વરૂપ છે. આવા ધર્મને જે પામ્યા તેમને જ જ્ઞાનીઓએ દેવ અને ગરુ તત્વમાં સ્થાન આપ્યું તેવાં અમૂર્ત તત્ત્વને પામવા મનની પેલે પાર વ્હોંચવાનું હોય છે. તે માટે અસ્તિત્વના ઊંડાણની સાધના કરવાની હોય છે તેને બદલે આપણે ખંડનાત્મક પદ્ધતિ અપનાવી પંથવાદ ઊભા કરી દીધા. આમાં ઘર્મનું નુર-તેજ-હીર હણાઈ ગયાં અને આડંબર વધી ગયો.
યોગીરાજજી આનંદઘનજી પૂછે છે કે આવા સ્થાપના અને ઉત્થાપનાના મત કોણે ઊભા કર્યા ? કોણે ચલાવ્યા ? તે તે વાડાઓમાં રાચતા કરનારા કોણ ? આ પ્રશ્નોના ઉત્તરમાં યોગીરાજજી જ જણાવે છે કે મતવાદની માન્યતાએ મજબુતાઈનું રૂપ પકડ્યું અને લોકો તે માન્યતામાં જ ઘર્મ માની એ મુજબ ઉપાસના કરવા લાગ્યા. અવિવેકી જીવો વાડામાં પૂરાઈને વાડાના બંધનમાં બંધાઈ ગયા. આ મતવાદમાંથી મારા આત્માને જગાડનાર કોણ ? મને અવળી મતિ સૂઝાડી તેના દોષનો ભાગીદાર કોણ ? કોઈ કોઈની સાખ - સાક્ષી પુરવાર હોય તો ન્યાય આપનાર ન્યાય આપી શકે. આત્મા અમૂર્ત સ્વરૂપી છે તેને પામવા અન્યાયી ભેદ પ્રવૃત્તિ ચલાવનાર મતવાદી પંથો તેનો ન્યાય કયાંથી. આપી શકે ?
- ધીંગ દુર્બલને ટેલીજે, ઠીંગે ઠીંગો વાજે; અબલા તે કેમ બોલી શકિયેં, વડ યોદ્ધાને રાજે. માયડી..૬.
‘મસ્ય ગલાગલ ન્યાય’ અને ‘મારે તેની તલવાર’, ‘જીસકી લાઠી ઉસકી ભેંસ’ એ ન્યાયે આ જગતમાં ધીંગ એટલે બળવાન હંમેશ દુર્બલને ટેલીજે-ઠેલતો-દબાવતો આવ્યો છે. પરંતુ કુદરતના કાનુન, કુદરતની કોર્ટની રુએ જોતાં બળિયો નબળાને દબાવે એ ચોખ્ખો અન્યાય છે. આવા ચોખ્ખા અન્યાયની બુદ્ધિ સુઝાડનાર કોણ ? કુદરતનો કાનુન તો એ છે કે નબળાનું
જ્ઞાર્નાક્રયા એ જ્ઞાનનું દેશ્ય સ્વરૂપ છે.