________________
આનંદઘન પદ - ૪૮
૩૪૫
દરેક મતવાળાએ લગભગ ધર્મના નામે ધંધો - વ્યવસાય કરી ધર્મસ્થાનોને દુકાનોમાં ફેરવી દીધેલાં જણાયા. અર્થાત નામના, કીર્તિ, યશ, પ્રતિષ્ઠા, માન, સન્માન, મોભો આદિ પ્રધાન બની ગયાં અને જેને માટે આ બધું હતું એ આત્મશુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિનું લક્ષ્ય ઘટતાં ઘટતાં છેઠ ભૂલાઈ ગયું અને ચૂકાઈ ગયું. પૂર્વના ભવોમાં પાડેલા મલિન સંસકારોએ બુદ્ધિને એવી તો મલિન કરી નાંખી કે ધર્મની ક્રિયાઓને આત્માની શુદ્ધિ સાથે કાંઈ સગપણ જ રહેવા દીધું નહિ. ધર્મના નામે પૈસા ઊભા કરી ધર્મસ્થાનોના નિર્માણ કરી તેને પોતપોતાના વાડામાં ફેરવી નાંખ્યા. તે વસ્તુ સ્વરૂપ - તત્ત્વ સ્વરૂપ શું છે ? તે કોઈએ મને સમજાવ્યું નહિ પણ એ બધાંએ મારી પાસે પોતપોતાના ઘરના ધંધા કરાવ્યા. મારા આત્માનું કલ્યાણ કોઈએ કર્યું નહિ. પરંતુ પોતાની નામના, પ્રતિષ્ઠા, યશ, કેમ વધે તે હેતુથી મારી પાસે જુદા જુદા કામો કરાવ્યા. ભગતને ત્યાંનો પોપટ રામ રામ બોલે અને કસાઈને ત્યાંનો પોપટ મારો મારો બોલે એવી મારી સ્થિતિ હતી. પૂર્વના કાળમાં રામાનુજ પંથીઓ જેનો પ્રત્યે ભેદભાવ રાખતા હતાં. તો વળી રહીમાન પંથીઓ પોતાને પ્રાપ્ત થયેલ સિદ્ધિઓના ચમત્કાર - પરચા બતાવતા હતા.
ધર્મના સ્થાનોમાં પ્રવેશ કર્યા પછી, સાધુપણું કે શ્રાવકપણું લીધા પછી પોતાના મત મુજબની ક્રિયાઓ કરતાં જીવ ઉદાર, માધ્યસ્થ, સહિષ્ણુ, ગુણાનુરાગી નહિ બને અને સ્વમત કે પરમત માન્ય ડિયાઓ કરતાં વીતરાગ સ્વરૂપ કેમ કરી ખુલ્લુ થાય એનો ખ્યાલ ન રાખે તો બુદ્ધિ નિષ્પક્ષ ન રહેતાં પક્ષવાળી બની જાય છે. પક્ષપાતીબુદ્ધિનું ફળ ગમે તેટલો અને ગમે તેવો ઊંચો ધર્મ કરે તો પણ સંસાર જ છે. નિષ્પક્ષપાતી બુદ્ધિ આવ્યા પછી જ મોક્ષમાર્ગ શરૂ થાય છે.
ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડીયા કળિકાળ રાજે.
- અનંતનાથ જિનસ્તવન - આનંદઘનજી પોતાનાથી અન્ય મત, સંપ્રદાય અને દર્શનમાં રહેલાં જીવોમાં પણ શુદ્ધ વસ્તુ પોતાના સ્વભાવમાં પરિણમે તે ધર્મ “વત્યુ સહાવો ઘમ્મો”.