________________
આનંદઘન પદ
-
૪૮
શ્વેતાંબર, સ્થાનકવાસી, વિધ વિધ ખરતર, અચલ, પાર્શ્વ, તપા આદિ ૮૪ ગચ્છોમાં બધેય બધાય પંથોમાં તેમની બુદ્ધિ ફરી વળી. બધાં જ પોત પોતાના પંથમાં અને મતવાદમાં રાચતા માચતા દેખાયા. સર્વત્ર આતમલક્ષ વિનાના બાહ્યભાવવાળા અનુભવો થયાં પણ ક્યાંય પોતાની બુદ્ધિ નિષ્પક્ષ થાય ને નિરપેક્ષતાનો માર્ગ પકડે એવું જોવા જાણવા મળ્યું નહિ.
અથવા
દર્શનમોહ મિથ્યાત્વમોહ એવો આકરો છે કે સુજ્ઞ જીવોને પણ ઊંધે પાટે ચઢાવી છતી આંખે અંધ બનાવે છે. મતનો આગ્રહ એટલો તો સજ્જડ ચોંટી જાય છે કે પછી અન્ય પ્રતિ આદર બહુમાન ભાવે જોવા વિચારવા જ દેતો નથી. એકપક્ષી બુદ્ધિથી કરાયેલા નિર્ણયો ક્યારેક ધર્મની ખોટી લડાઈઓમાં પરિણમે છે. સાધના અભેદ થવાની કરવાની છે પણ પક્ષપાતી બુદ્ધિ ભેદમાં પણ ભેદ પાડી ખંડ ખંડમાં ખંડિત કરી નાંખે છે. સિદ્ધાંત તો એવો છે કે વિશાળતા આવે તો વીતરાગતા આવે. વ્યક્તિએ વ્યક્તિવિશેષ ન બની રહેતા વ્યાપક થવાનું છે, વ્યષ્ટિમાંથી સમષ્ટિ થવાનું છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ લખ્યું છે કે... પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્ર્વર, સમદૃષ્ટિને સર્વસમાન.
-
૩૪૩
કોઈએ મુંડી, કોઈએ લોચી, કોઈએ કેશ લપેટી; કોઈ જગાવી, કોઈ સુતી છોડી, વેદન કોણહી ન મેટી
કેણે મુકી કેણે લૂંચી, કેણે કેસે લપેટી
એક પખો મેં કોઈ ન દેખ્યો, વેદના કિણહી ન મેટી. માચડી...૩.
કોઈએ મને મુંડી એટલે કે મુંડ્યો. પાઠાંતર કેણે મૂકી’ છે તેને આધારે અર્થઘટન કરીએ તો કોઈકે વળી મને બધું મુકી દેવાનું - છોડી દેવાનું જ સમજાવ્યું કે આ બધી પાપપુણ્યની સ્વર્ગ-નરક, પરલોકની વાતો ઉપજાવી કાઢેલી હંબક છે. તું તારે ખા, પીને મોજ કર ! ‘આજ મીઠી તો કાલ કોને દીઠી’. પરલોક, મોક્ષ કોણ જોવા ગયું અને કોણે જોયો અને કહ્યો ! માટે આ બધી પળોજણમાં પડ નહિ. ભલે એ લોકો અજ્ઞાની કહે ! અજ્ઞાની રહેવામાં સુખ છે. જ્ઞાની થવામાં દુઃખ છે. તો વળી કોઈએ મને લૂંચી કે લોચી. એટલે
બાળક અજ્ઞ નિર્દોષ છે. જ્ઞાની પ્રાજ્ઞ નિર્દોષ છે.