________________ 34 આનંદઘન પદ - 48 કે કોઈએ માથાના વાળનું લંચન કરી - લોચ કરી મુંડવાની વાત કરી. તો વળી કોઈએ દાઢી જટા વધારી જટાધારી થઈ કેશમાં ધર્મબુદ્ધિને લપેટી એટલે કે જટાધારી થવામાં જ ધર્મબુદ્ધિ મનાવી. આમ બધે કોઈને કોઈ એક વાતનો આગ્રહ રાખી તેણે માન્ય કરેલ વાત-મતમાં જ એકાન્ત ધર્મ જેવો અને બીજે બીજાની વાતને અધર્મમાં ખપાવી. બાહ્યદષ્ટિ મિથ્થામતિમાં કોઈ નિષ્પક્ષ વચન સાપેક્ષ વ્યવહાર કરનારો સ્યાદ્વાદરૂપ એકપક્ષ કે જેમાં બધાં પક્ષો સમાઈ જાય એવી વાત-વિચારણા કરનારો કોઈ કશે મને દેખાયો નહિ. આમાં આમાંનો કોઈ મારી વેદનાને મેટી - મિટાવી શકયું નહિ. પાઠાંતરે “કોઈ જગાવી, કોઈ સુતી છોડી’. એમ છે; જેનું અર્થઘટન એ છે કે કોઈએ મારામાં અલખની ધૂન જગાવી તો કોઈએ વળી ચેતના - શુદ્ધાત્મા જેવું કાંઈ છે નહિ એમ કહીં મારી સત્યની શોધ ઉપર પાણી ફેરવી દઈ મને આ બધી લપ છોડી દેવાનું કહી મારી શોધકવૃત્તિ - જિજ્ઞાસાવૃત્તિને સુવાડી જ દીધી. રામ ભણી રહીમાન ભણાઈ, અરિહંત પાઠ પઢાઈ; ઘર ઘરને હું ધંધે વળગી, અળગી જીવ સગાઈ.માયડી...૪. મારી બુદ્ધિએ મને રામ શબ્દ પણ ભણાવ્યો અને બોલાવ્યો - જપાવ્યો. એ રીતે રહીમાન શબ્દ પણ ભણાવ્યો અને જપાવ્યો. એમ અરિહંત શબ્દનું પઢન-પઠન કર્યું. હું ઘર ઘરના ધંધે વળગી-લાગી પણ જીવ સગાઈ એટલે કે આત્માનું સગપણ તો વેગળું - અળગું - દૂર જ રહ્યું. જુદા જુદા મતમાં ઢસડાઈ ગયેલી મારી બુદ્ધિ તે તે મતના ઈષ્ટ દેવનું પોપટપાઠની જેમ શાબ્દિક રટણ કરવા લાગી પણ તેમાં રામ, રહીમ કે અરિહંત બોલતાં એ રામ કોણ ? રહીમ કોણ ? અરિહંત કોણ ? એ શબ્દનો અર્થ શું ? ભાવાર્થ - તત્ત્વાર્થ - લક્ષ્યાર્થ શું? એ રામ, રહીમ આદિમાં દેવત્વ છે કે નહિ અને એ દેવત્વ હોય તો તે કેવું છે ? એ નામોચ્ચાર - જાપ કરવાથી મારા આત્માને શું લાભ ? ઈત્યાદિ કશું જ મારી બુદ્ધિ વિચારી શકી નહિ તેમ મારી બુદ્ધિને સંતોષ થાય તેવી સમજણ પણ કશેથી મળી નહિ. પોતાના આધારે જીવે તે પરમાત્મા. પુગલના આધારે જીવે તે જીવાત્મા !