________________
૩૧૨
આનંદઘન પદ
-
-
-
એની
થશે, તે એવી તો નિરૂપમ શકિત હશે કે એની ઉપમા આપી શકાય સરખામણી કરી શકાય એવું કોઈ તત્ત્વ, કોઈ ચીજ વસ્તુ આ દૃશ્યમાન રૂપી જગતમાં તો છે નહિ. અને ત્યારે ચેતના સ્વામી ચેતનને મળીને આનંદકિલ્લોલ કરશે. અર્થાત્ ચેતના અને ચેતનનું મિલન થતાં ચેતના ચેતન સંગે આનંદપિંડ બનીને આત્મક્રીડા (કેલિ) કરશે.
૪૩
ઔસરનું અર્થાતર ઔરસ નહિ કરતાં કે અર્થ ઔષધ નહિ કરતાં, ઔસર એટલે અવસર એવો અર્થ કરીએ તો પદના આ ત્રીજા ચરણનું અર્થઘટન એમ થાય કે અવસર પામીને આત્મસ્વરૂપનો બોધ કરી આગમશૈલીથી આગળ અધ્યાત્મશૈલીમાં પ્રવેશ કરી, નિજયોગ ધારણ કરતે છતે હું પરમાતમ બનીશ અર્થાત્ સાકાર દેહધારી પરમાત્મા સયોગી કેવલિ બનીશ - તેરમા સયોગી કેવલિ ગુણઠાણે આરોહણ કરીશ ત્યારે જે શકિત પ્રાદુર્ભાવ પામશે (શક્તિ જગાવે), તે એવી તો લોકોત્તર - અલૌકિક - અનોખી - અનુઠી - અનુપમ - નિરૂપમ - હશે કે લૌકિકની કોઈ ચીજ વસ્તુ કે પદાર્થ સાથે એની તુલના - સરખામણી કરવી શક્ય ન બને. એ કૈવલ્ય શક્તિના પ્રાગટ્યથી ચેતના ચેતનને મળીને જે કેલિ જે ક્રીડા કરશે - જે આત્મ રમમાણતા હશે તે આનન્દનો નક્કર solid પિંડ હશે.
અત્રે આગમશૈલી અને અધ્યાત્મ શૈલી વિષે થોડું જાણી લઈએ.
પરંપરાગત જે આગમ વ્યવહાર શૈલી છે તેમાં ગુણના આલંબનથી વ્યવહાર એટલે કે પર્યાયને શુભભાવ અને શુભક્રિયાથી નિર્મળ બનાવવાની પ્રક્રિયા છે. જે વ્યવહાર માર્ગ છે. આ વ્યવહાર માર્ગમાં અશુભથી બચી શુભમાં રહી યોગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પામી શુદ્ધમાં જવાની પ્રક્રિયા છે. એમાં કરવાપણાથી થવાપણું છે જે અંતે હોવાપણામાં પરિણમે છે. આ સાલંબન પ્રધાન પ્રક્રિયા છે.
જ્યારે અધ્યાત્મશૈલીમાં જે ત્રિકાલ શુદ્ધ પરમપારિણામિક ભાવ એવું ધ્રુવ તત્ત્વ છે તેની સાથે ઉપયોગનું જોડાણ કરી, કર્તાભાવને છોડી માત્ર જ્ઞાતા-દૃષ્ટા ભાવમાં રહેવા પૂર્વકની સીધાં જ આત્મામાં ઠરવાની પ્રક્રિયા છે
બધી પરિસ્થિતિમાં આપણો આત્મા છાશમાં માખણની જેમ જુદો તરવરવો જોઈએ.