________________
૩૨૬
આનંદઘન પદ - ૪૬
પદ - ૪૬
(રાગ : ટોડી) चेतन चतुर चोगान लरीरी, चेतन. ॥ जीतलै मोहरायको लसकर, मिसकर छांड अनादि धरीरी ॥ चेतन. ॥१॥ नागी काढले ताडले दुश्मन, लागे काची दोय धरीरी, अचल अवाधित केवलमनसुफ, पावे शिवदरगहमरीरी ॥ चेतन. ||२|| और लराइ लरे सो बावरा, सूर पछाडे नाउ अरिरी, धरम मरम कहा बुजे न और, रहे आनन्दघन पद पकरीरी || चेतन. ॥३॥
૪૫માં પદમાં આનંદઘનજીએ શુદ્ધ ચેતન વિશુદ્ધદશાને પામીને માયા મમતાને પડકારે છે. મેં તમને ઓળખી લીધા છે ! હવે તમે મારા ઘરમાંથી ભાગી જાઓ ! મારો આત્મા તમારે હવાલે થશે નહિ ? એ વાત કહી છે. યોગીરાજે પહેલાં ૪પમાં પદમાં ચીમકી (ચેતવણી) આપી દીધી. હવે આ ૪૬માં પદમાં ચેતન મોહરાજા અને તેના લશ્કરને ચોગાનમાં - યુદ્ધના મેદાનમાં આવી લડી લેવાને ખુલ્લો પડકાર ફેકે છે.
જેમ મહાભારતના યુદ્ધમાં રણક્ષેત્રે - કુરુક્ષેત્રે કૃષ્ણ અર્જુનના સારથિ બનીને અર્જુનને યુદ્ધની ભૂમિકા સમજાવી રહ્યા છે તેમ અહીં મોહરાજાના સૈન્ય સામે ચેતન પોતાની જાતને જ સંબોધીને કહે છે કે તું યુદ્ધની ભૂમિમાં ઊભો છે. અહીં યુદ્ધની ભૂમિમાં દયા, માયા, મમતા, કરુણા, કોમળતા, કુણાશને કોઈ સ્થાન નથી. અહીં પોચટવેડા, બાયલાપણું નહિ ચાલે. અહીં તો શત્રુ તો શત્રુ તરીકે જ જોવાના છે અને એને મારી હઠાવી જાતનો જય કરવાનો છે. આ તો મોહની સામેનું - અધર્મની સામેનું - અસતની સામેનું ધર્મચદ્ધ છે. આ તો મોહના પંજામાં ફસાઈ ગયેલ આત્માને મોહના ફંદામાંથી મુક્ત કરી પરમાત્મપદે બિરાજમાન કરવા માટેની આત્મલકત છે. યોગીરાજજીએ કેશરિયા કર્યા છે અને આપણને પણ કેશરિયા કરવા પ્રેરે છે.
આત્મની કલ્પર્શત વિકલ્પરૂપે પરિણમે છે. નિર્વિકલ્પ પરિણમન એ મોક્ષમાર્ગ છે.