________________
૩૩૦
આનંદઘન પદ - ૪૬
જેમ એમનું શાંત અને સ્થિર સૂક્ષ્મ દેહે અસ્તિત્વ છે એમ તું શિવદરગાહમાં પ્રશાંત, પરમસ્થિર એવી અચલ અને કોઈ એને બાધા પહોંચાડી ન શકે એવી સ્થિતિ ન પામતા તું સર્વાર્થસિદ્ધ કે અનુત્તરવિમાનવાસીની વીરગતિને પામીશ.
“પાવે શિવદરગાહ મરીરી’... એ યોગીરાજના ઉદ્ગારો ગુહ્ય-ગુઢ સંકેત કરે છે. વન, ગુફા, પર્વતો, કોતરો, ભૂતિયા અવાવરુ મહેલ-મંદિર, વટવૃક્ષની છાયા જેવાં એકાન્ત સ્થાનોમાં પરમતત્ત્વને સાધી રહેલાં અવધૂતયોગી આનન્દઘનજી મોહમાયાની લડતમાં ભાવિ સંભાવના જૂએ છે કે કદાચને દેવકૃત કે તિર્યંચકૃત રાની હિંસક પશુઓ ઉપસર્ગ કરીને બેસે અને મૃત્યુ પણ થઈ જાય તો શિવનીદરગાહ - શાંત સુખની નિદ્રા જેવું વચગાળાનું ઉચ્ચગતિનું સ્થાન મળશે માટે હે ચેતન ! તું નિડર બની તારી લડત અવિરત ચાલુ રાખ. આ માર્ગમાં ખોવાપણું નથી. કેવલ્ય નહિ મળે તો કેવલ્યની પૂર્વેનો શાંતા સુખવાસ તો મળશે જ?
ઔર ભરાઈ લરે સો બાવરા, સૂર પછાડે નાઉ અરિરી, ધરમ કરમ કહા બુજે ન રે, રહે આનન્દઘન પકીરી. ૨૩.
મોહ સામેની લડાઈ સિવાયની બીજી જે કોઈ લડાઈ આ સંસારમાં કરે તેને તો બાવરા - મૂર્ખ સમજવા. સંસારમાં પતિ-પત્ની, બાપ-દીકરો, ભાઈ ભાઈ, સાસુ-વહુ, નણંદ-ભોજાઈ આદિના માણસ માણસ વચ્ચેના લડાઈ ઝઘડા; નાત-જાત, ગોરા-કાળા, ગચ્છ, સંપ્રદાય, પંથ, રાજયો અને રાષ્ટ્રો વચ્ચે જે લડાઈ ચાલે છે તે તો મૂર્ખતા છે. કારણ કે આવી લડત લડનારા પાપ બંધનમાં પડે છે અને એમના સંબંધો વેરના સંબંધો બનતાં તે વેરની પિરંપરા ચાલે છે. પરંતુ આ જે લડાઈ છે તે તો આત્માને - પુરુષને પ્રકૃતિના પંજામાંથી છોડાવી એના પરમ શુદ્ધ પરમપદે સ્થાપવાની આંતરિક લડાઈ છે, જેમાં પુલ જે આત્માનો વિરોધી હોવાથી શત્રુ છે તેને હણીને અરિહન્ત બનવાનું છે. આમાં તો પરની કેદમાંથી મુક્તિ અને સ્વમાં સ્થિતિ કરવાની છે.
જગત નિમિત્તને દુશ્મન માની આપસ આપસમાં ઝઘડ્યા કરે છે એ અણસમજુ આણાની મૂર્ણ કાયરોના ઝઘડા છે. શુરવીર (સૂર) પુરુષો નિમિત્ત
સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની વિચારણા એ નિરાલંબન ધ્યાન છે.