________________
આનંદઘન પદ - ૪૬
૩૨૯
યુદ્ધમાં લડવૈયાઓને જેમ બારોટો પાનો ચડાવે છે એમ યોગીરાજજી કહે છે કે નાગી તલવાર ઢાલ ખંજર (કાઢલ) કાઢી લઈને તું દુશ્મન ઉપર તાટકી પડ - તૂટી પડ (તાલે) તો તું એમાં કાચી બે ઘડી એટલે કે એક અંતમુહૂર્તના સમયમાં તો તું અરિ-દુશ્મનોને હણી નાંખી અરિહન્ત બની જઈ તારા સાદિ-અનંત, અચલ-સ્થિર, અબાધિત એટલે બાધ્યબાધક ભાવ રહિતની એવી અબાધિત - અપ્રતિહત કેવલ્યાવસ્થાની પ્રાપ્તિનો જ મનસુફ-મનસુબો કર્યો છે તેને તું પામીશ અને કદાચ તું શહીદ થઈશ - મૃત્યુ પામીશ તો વીરગતિ થશે એટલે કે સર્વાર્થસિદ્ધ વિમાન, અનુત્તર વિમાન કે ઊંચો વૈમાનિક દેવલોક પામીશ. દરગાહનો અર્થ દરઘા એટલે કે કચેરી કરવામાં આવે તો તું કેવલ્યના શિવ (મોક્ષ) સુખની કચેરીમાં સ્થિત થઈશ. શિવસુખ - મુક્તિસુખને પામીશ.
ટૂંકમાં કવિરાજનું કહેવાનું તાત્પર્ય એ છે કે આત્માના પવિત્ર જ્ઞાન ઉપર કર્મોના ઘણા અંજન - મેશના થરના થર ચઢી ગયેલાં. એમાંની ઘણી સફાઈ તો આત્માએ કરી નાંખી છે એટલે તો આટલો છઠ્ઠા - સાતમા ગુણઠાણા સુધીનો વિકાસ સધાયો છે. છતાં હજુ માયા મમતાના થોડા આછા-પાતળા અંશો રહી ગયા છે. સંજ્વલનકષાય હજુ શેષ રહ્યો છે.મન સુફ (સાફ - શુદ્ધ) થવું - ઉપયોગ શુદ્ધ થવો અને સ્થિર થઈ નિર્વિકલ્પ બનવો બાકી છે. તો હવે એ સાફસફી - શુદ્ધિ કરવા માટે પ્રજ્ઞાને સૂક્ષ્મ બનાવવાથી તે પ્રજ્ઞારૂપી તલવાર તીક્ષ્ણ ધારદાર - પાણીદાર બને છે. આ શસ્ત્રને મ્યાનમાંથી ખુલ્લુ કરીને એટલે જે પ્રજ્ઞા તારામાં તારી પાસે છે તેને બહાર કાઢીને તારા આત્માના જે શેષ સંજવલન કોટિના ક્રોધ, માન, માયા, લોભ ઘાતક શત્રુ છે તે બધાંને શોધી શોધીને સાફ કરતો જા. જો આગળ વધી ક્ષપકશ્રેણિ માંડીશ તો માત્ર એક અંતર્મુહૂર્ત એટલે કાચી બે ઘડી અર્થાત્ ૪૮ મિનિટથી કંઈક ન્યૂન સમયમાં તો તે બધાંને વીણીવીણીને સાફ - ખતમ કરી નાંખીશ. જો તું તેમ નહિ કરીશ તો તે મોહરાજાના લશ્કરનું જોર વધી જશે અને છકે ૭મેથી નીચે ઉતરવું પડશે અને શ્રેણિ માંડચા પછી પણ જો તારું આયુષ્ય ઓછું પડશે તો શ્રેણિના શિખરે બારમાં ગુણઠાણે અને શ્રેણિના ફળરૂપ ૧૩મા સયોગી કેવળી ગુણઠાણે પહોંચીને ૧૪મા અયોગી કેવલિ ગુણઠાણે થઈ સિદ્ધપદે એટલે કે સુરી સંતોની દરગાહમાં
સંસાર રાગ-ભોગ ગ્રહણ સ્વરૂપ છે. ધર્મ વિરાગ-ત્યાગ-સહિષ્ણુતા સ્વરૂપ છે.