________________
આનંદઘન પદ ૪૮
૩૩૯
રાત્રે નિદ્રામાં સૂતેલી વ્યક્તિના પગની એડી પર ફૂંક મારતું જાય અને ધીમે ધીમે એડીની ચામડી કોતરતું જાય તે એટલે સુધી કે ચામડી કોતરતા ક્યારેક લોહી નીકળે તો ય નિદ્રાધીન વ્યક્તિને એનું ભાન ન થાય.
એજ પ્રમાણે બુદ્ધિ-મતિ એ પ્રાકૃત એટલે પ્રકૃતિનો ગુણ છે, જે જીવની સવળી સમજશક્તિ - વિવેકશક્તિ ઉપર ધીમે રહીને એટલે કે હળવેથી ખબર ન પડે એમ અવળી સમજ અવળા વિચારોની ફૂંક મારી જીવની શિવશકિતને જીવભાવમાં ફેરવી આખા ચિત્તતંત્રને ભ્રમિત કરી દે છે - ડહોળી નાંખે છે અને ઊંધે માર્ગે - ઉન્માર્ગે ચડાવી દે છે. યોગીરાજજી કહે છે કે મારી બુદ્ધિ (નિજમતિ) એ પણ મારા અંત:કરણના ભાવોને ફેરવી - ઉલટાવી - પલટાવી નાંખ્યા - ડહોળી નાંખી અસ્તવ્યસ્ત કરી નાંખ્યાં, તેથી એક ભવમાં અનેક ભવ કરાવ્યા.
-
અધ્યાત્મની શોધમાં પોતે જે જે સ્થાનકોમાં ગયા તે દરેક જગ્યાએ મારા તારાના ભેદભાવ જોવા મળ્યા. અમારો પંથ સાચો અને બાકી બધાં ખોટા એવું વલણ ધરાવતા મહંતો અને ભદંતો જોવા મળ્યા. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં સર્વત્ર સ્વમતનો મોહભાવ - સ્વમતાગ્રહ નજરે ચડવાથી તેમનો અંતરાત્મા ભારે વિમાસણ અનુભવવા લાગ્યો કે જેવો અનાર્યદેશમાંથી આર્યદેશમાં આવી મહાવીર પ્રભુ પાસે પ્હોંચતા માર્ગમાં આદ્રકુમારને થયો હતો. યોગીરાજજીને પોતાનો મહામુલ્યવાન સમય વ્યર્થ ગુમાવ્યાનો ખેદ પણ થયો. એટલે ધર્મની જનેતા દયા કે અષ્ટ પ્રવચનમાતા અને તેનું પાલન કરાવનાર ગુરુમૈયા પાસે પોતા પર વીતેલા વીતકને વિસ્તારથી ખુલ્લા મને - નિખાલસ ભાવે જાણ કરી રહ્યાં છે.
અધ્યાત્મને પામવા માટે દૃષ્ટિમાં માધ્યસ્થભાવ અને નિરાગ્રહિતા પૂર્વક ગુણગ્રાહિતા એ બે બહુ મહત્વના અંગો છે. જીવોને અધ્યાત્મ પામવામાટે જગતમાં કોઈને કોઈ મત-પથ-ગુરુનો આધાર-આશ્રય તો લેવો જ પડે છે. પોતે તત્ત્વ ન પામેલો હોવાના કારણે આ બધા સ્થાનોમાંથી મને તત્ત્વ મળશે અને મારા આત્માનું કલ્યાણ થશે એવી આશાએ જીવ શોધ ચલાવે છે પણ આ હુંડા અવસર્પિણીના પંચમકાળમાં જ્યાં જાવ ત્યાં વિષમ સ્થિતિ જ નજરે પડે છે. તે તે સ્થાનમાં રહેલા ભદંતો - મહંતો - મઠાધીશો - ગુરુઓ પોતે તત્ત્વમાર્ગ - વીતરાગમાર્ગ નહિ સમજેલા હોવાના કારણે, પામેલા નહિ હોવાના કારણે
પરવશતાથી અતિક્રમણ છે. સ્વવશતાથી પ્રતિક્રમણ છે.