________________
૩૩૮
આનંદઘન પદ - ૪૮
કહે છે કે “ભેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ - બોધ અબોધ લખાવ”. ભેદ પ્રવૃત્તિમાં થકાવટ નહિ આવે ત્યાં સુધી જ્ઞાનભાવમાં - આત્મભાવમાં દૃષ્ટિની એકધારી સ્થિરતા ટકતી નથી. આત્મજ્ઞાન થયા પછી યોગીરાજજીએ “લહુડી વડીકી કહાની” રૂપ લઘુ-ગુરૂ નાના-મોટાની ભેદરેખા ચિત્તમાંથી ભૂંસાઈ ગઈ છે અર્થાત્ ભેદભાવ એટલે કે પક્ષપાતી વલણ છૂટી ગયું છે. ભેદભાવભર્યું પક્ષપાતી વલણ એ જીવનો પર્યાયભાવ-પથાર્યદષ્ટિ છે. ભેદજ્ઞાન થયા પછી જીવ શિવમાર્ગ-મોક્ષમાર્ગના પથ ઉપર પ્રવૃત્તિ આદરે છે તે જીવનો આત્મભાવ છે.
યોગીરાજ આનંદઘનજી મહારાજા પૂર્વજન્મના આત્માના સંસ્કાર લઈને આવેલા હતા એટલે જન્મથી જ જાગૃતિ હતી અને જ્ઞાનમાં નિર્મળતા હતી. વળી કવિત્વ શક્તિ સાથે રાગ રાગિણિના જાણકાર અને સંગીતના ચાહક હતાં. ઉપરાંતમાં નિષ્પક્ષપાતી વલણ ધરાવતું, વૈરાગ્યના રંગે રંગાયેલ ચિત્ત હોવાથી સત્યના શોધક હતાં, અધ્યાત્મમાં રૂચિ ધરાવતાં હતાં અને પરમાત્મભકિત ઉપર અથાગ પ્રેમ હતો. તેથી જ આ પદમાં યોગી કવિશ્રી ચેતના સ્વરૂપનો સુંદર ચિતાર આપવા પૂર્વક સન્માર્ગે જવા ઈચ્છુક વૈરાગી સાધક આત્માઓને ઉપયોગીમાર્ગદર્શન પૂરું પાડે છે.
| માયડી મુને નિરપખ કિણહી ન મુકી. માય. નિરપખ રહેવા ઘણહી ઝૂરી, ધીમે નિજ મતિ ટૂંકી. માયડી...૧.
બાલ્યકાળથી જ મુકત મનના હોવાથી પક્ષપાતી વલણ ન હોવાના કારણે તત્કાલીન બધાંય મત-પંથ વાળાઓ સાથે યોગીરાજ પ્રેમભાવથી વર્તતા હતાં. પોતે સ્વભાવથી નિરપખ એટલે કે નિષ્પક્ષપાતી હતાં અને નિષ્પક્ષપાતીજ રહેવા ઈચ્છતા હતાં. તેમના નિષ્પક્ષપાતી રહેવાના ઘણા ઘણા પ્રયાસો હોવા છતાં ધીમે રહીને એટલે કે હળવેથી, પોતાની જ બુદ્ધિ (મતિ)એ - સમજશકિતએ - વિવેકશકિત કે જે તત્ત્વાતત્ત્વનો - હિતાહિતનો - હેયોપાદેયની વિચારણા કરવાની વિશ્લેષક શકિત છે તેના પર ફૂંક મારી, અર્થાત્ કાન ભંભેરણી કરી.
છછુંદર જે ઉંદરની જ એક જાતિ છે, તેના સ્વાસમાં એવી ખૂબી છે કે
અંતરમાં ચૈતન્યની સ્વસત્તાનું જેટલું અવલંબન તેટલો સાધકભાવ.