________________
૩૩૬
આનંદઘન પદ - ૪૭
કર્યો છે. આ તૃષ્ણા તો વહાણું વાય એટલે કે આત્મજાગૃતિ થતાં જ મારી સાથે લડવા ઝઘડવા લાગે છે. એ નિગોરી તૃષ્ણા નણંદના મનમાં એમ આશંકા લય છે કે આ ચેતના-સમતા એના પતિ એટલે કે મારા ભાઈને સમજાવીને સ્વભાવદશામાં લઈ જશે તો પછી ભાઈ તરફથી જે કાંઈ વીરપસલી કે મામેરું આદિ મળશે નહિ અને ભાઈના ઘરનો આવરો જાવરો પણ બંધ થઈ જશે.
કેવળજ્ઞાનરૂપી ભોર એટલે કે પ્રભાત ઉગવાની તૈયારી થતાં પછી કાયાની માયા • છાયા ચેતન ઉપર નામ માત્રની જ રહેશે. તૃષ્ણા ન રહેવાથી એટલે કે અજ્ઞાનરૂપી અંધારી રાત્રિનો સવાર થતાં જ વિલય થવાથી પછી કાયા હોવા. છતાં જે કર્મબંધ થશે તે અડી અડીને ખરી જનારા ઈર્યાપથિકી અકાષાયિક કર્મબંધ હશે જે આત્માને સતાવશે નહિ.
સમતા કહે છે કે મારો આનંદઘન સ્વરૂપ માહ્યલો ભગવાન આત્મા જ જો યેદ્ય બનીને અંતરતમમાં ઉતરી ઉપચાર કરે - અમૃતનો છટકાવ કરે - અમીઝરણા થાય તો જ મારી આ તપન - મારો અંતરદાહ (તાપ-તાવ) બુઝાય. - શમન પામે. બાકી એના સિવાય કોઈ બીજો તબીબ - હકીમ - વૈદ્ય - ડૉકટર નથી કે જે મારા આ તાપનું શમન કરી શકે.
આખાય પદનો સાર - રહસ્ય એટલે પદનું આ છેલ્લું ત્રીજું ચરણ. જ્યાં સુધી શુદ્ધ ચેતન્ય પ્રભુ કે જે આનંદઘન ચિદ્ઘન સ્વરૂપ આનંદામૃતના હિલોળા લેતો પ્રશાંત મહાસાગર આત્મઘેર પાછો નહિ ફરે ત્યાં સુધી આયુષ્યરૂપી સાસુનો કડપ, તૃષ્ણારૂપી નણંદનો ત્રાસ અને આંતરદાહ જે પોતાથી પોતાના વિયોગની જલન - તપન છે, તેનું શમન થાય એમ નથી. અને તે પોતામાં રહેલો પોતાનો ભગવાન આત્મા-માહ્યલો જ કરી શકશે. એના સિવાયના બહારમાં, બહારના ધો - ગુરુઓથી થતાં બહારના ઉપચાર એ આંતરદાહને બુઝાવવા અસમર્થ છે.
વિચારતૃપ્તિ એ કેવળજ્ઞાન છે અને ઈચ્છાતૃપ્તિ એ પરમાનંદ છે.