________________
આનંદઘન પદ - ૪૭
૩૩૫
અપ્સરાઓના સુખ મળે તો પણ તે જડ, વિનાશી, પર અને પરાધીન એ સ્વને સ્વાધીન શાશ્વત ચેતવ્યાનંદની આગળમાં શું વિસાતમાં છે? આત્માનું સાચું શુદ્ધ, સંપૂર્ણ, સ્વાધીન, શાશ્વત, સર્વોચ્ચ સુખ આપવાવાળી શિવસુંદરીની તોલે આ જગતમાં કોઈ આવી શકે એમ નથી. આ અાપી શિવસુંદરીની ઓળખ નથી એટલે આખું જગત પર એવાં રૂપી પદાર્થોમાં તણાઈ - આકર્ષાઈ રહ્યું છે અને સ્વ એવાં અરૂપી આત્માને તદ્દન ભૂલી ગયું છે.
સાસ - ઉસાસ વિસાસ ન રાખે, નિણદ નિગોરી ભોર લરીરી ઔર તબીબ ન તપત બુઝાવત, આનન્દઘન પિયૂષ જરીરી. પિય. ૩.
આયુસ્થિતિ રૂપી સાસુ (સાસ), એક સ્વાસોચ્છવાસ જેટલો કાળ પણ વિસ્વાસ રાખતી નથી અને પેલી નિગોરી - નિગોડી - નગુણી લાજ વગરની તૃષ્ણારૂપી નણંદ (નિણદ) સવાર પડતાં (ભોર) જ લડવા માંડે છે (લરીરી), આ મારા ત્રાસ (તપત) ને - અગ્નિને કોઈ બીજો તબીબ - વૈદ્ય મટાડી કે બુઝાવી શકે - શાંત કરી શકે એમ નથી સિવાય કે આનન્દઘન પીયૂષ - અમૃતા ઝરે (જરીરી) - વર્ષે.
ચેતન વિનાની અચેતન - નિપ્રાણ બનાવટી મૃત નારી સમાન આ કાયા છે તેના સ્વાસોશ્વાસ પર, મારી નણંદ કે જે તૃષ્ણા છે, તે અજ્ઞાનના અંધકારરૂપી રાત્રિ સમાન હોવાથી વિશ્વાસ રાખતી નથી. તૃષ્ણા એ મારા સ્વામી ચેતનની બેન હોવાના નાતે મારી નણંદ થાય જે નિગોરી - નિર્લજ્જ છે. મારા પતિની સહાયથી તે સ્વાસોજ્વાસ લઈ રહી છે. જયાં સુધી મારા સ્વામી ચેતનમાં અજ્ઞાનનો અંધકાર વ્યાપેલો હશે ત્યાં સુધી તેનું ચલણ રહેશે એટલે કે તે તૃષ્ણા એનું ગાડું ગબડાવશે. જ્ઞાનરૂપી ભોર-પ્રભાત પ્રગટ્યું નથી ત્યાં સુધી તેના શ્વાસોશ્વાસ ચાલશે અને ત્યાં સુધી તે મારી સાથે લડશે - ઝઘડશે.
નણંદ શબ્દની વ્યુતપત્તિ જ બતાવે છે કે ન નન્દતે રૂતિ નનન્દ અર્થાત્ જે આનંદ પામે જ નહિ તે નણંદ છે. ભાઈ-ભાભીના સુખને જોઈને રાજી ના થાય - આનંદ ન પામે તે નણંદ. આ નણંદ શબ્દના અર્થને તૃષ્ણાએ સાર્થક
વિનય એટલે કૃતજ્ઞતા, અહમ્ મુક્ત અને અર્પણતા.