________________
આનંઘન પદ
-
૪૬
ચેતન ચતુર ચોગાન લરીરી, ચેતન.
જીત હૈ મોહરાયકો લસકર, મિસકર છાંડ અનાદિ ઘરીરી... ચે...૧.
૩૨૭
હે ચેતન ! તું ચતુર છે. સંસાર એ ચોગાન એટલે કે યુદ્ધનું મેદાન અથવા તો રણમેદાન છે. એ રણમેદાનમાં શત્રુઓ સામે લડવા (લરીરી) તું સુસજ્જ થઈ ઊભો છે. આ રણમેદાન છે અને સામે શત્રુઓ છે જેની સાથે ચતુરાઈ પૂર્વકની રણનીતિ - યુદ્ધનીતિ અપનાવવાની છે. શત્રુ એવાં મોહરાજાના સૈન્યે તારું સ્વરાજ્ય એવું આત્મરાજ્ય કપટ કરી દગાફટકાથી પડાવી લીધું છે. ચેતન સરળ સ્વભાવી અને સાત્વિક ગુણી છે. જ્યારે સામેના દુશ્મનો તામસ પ્રકૃત્તિવાળા અહંકારી, કપટી અને લુચ્ચા છે. આવા શત્રુ (અરિ)ને જીતવા હણવા ચેતન તારે જ્ઞાનરૂપી શસ્ત્રને ધારદાર તીક્ષ્ણ બનાવવાનું છે. આ ધર્મયુદ્ધ છે માટે ધર્મધ્યાનની આત્મજાગૃત દશામાં સતત સાવધ અપ્રમત્ત રહેવાનું છે. આ ધર્મયુદ્ધ છે અને તેથી અહિંસક લડત છે, માટે એમાં તલવાર ભાલા જેવાં પારંપારિક સંહારક શસ્ત્રો કામમાં નહિ આવે. આ લડત એવી લડત છે કે જો લડતા નહિ આવડે તો બુદ્ધિને કુબુદ્ધિ થતાં વાર લાગતી નથી. બુદ્ધિ એ પ્રકૃત્તિનો ગુણ છે કારણ કે કર્મ સાપેક્ષ ગુણ છે. બુદ્ધિ એ પ્રકૃત્તિની પક્ષકાર છે. માટે બુદ્ધિથી લેખાજોખા નહિ કરતાં બુદ્ધિને એક બાજુએ રાખી મહાવીર પ્રભુએ જે રીતે ક્ષમા, સમતા, સહનશીલતાથી ઉપશમભાવમાં રહીં અહિંસક લડત આપી એવી લડત આપવાની છે, એમ યોગીરાજજી પોતાની જાતને કહેવા દ્વારા સહુ સાધકોને પણ જણાવે છે. આ ધર્મયુદ્ધ જીતનારા કાળ વિજેતા બની કાલાતીત અને અકાલ બને છે. કાળવિજેતાની સિદ્ધિ ક્ષેત્ર વિજેતા કરતાં કંઈ ગુણી ચડિયાતી છે.
-
-
અનાદિકાળથી જીવે કર્મોની રજની મેશ કાળાશ એટલે કે મિસકર જે આત્મપ્રદેશે ચોંટાડી છે - ધારણ (ધરીરી) કરી છે તેને છાંડીને એટલે કે છોડીને મોહરાય - મોહરાજાના લશ્કરને તું જીતી લે. કાર્મણ વર્ગણા જડ હોવાથી એ કાંઈ સ્વયં આત્માને વળગી નથી. પરંતુ અજ્ઞાનભાવે કરી જીવો પોતે જ પોતાની રાગ અને દ્વેષની ચીકાશે કરીને એ ખેંચાવાના ગુણવાળી કાર્યણવર્ગણાને ખેંચીને આત્મપ્રદેશે વળગાડી છે. આમ અજ્ઞાનભાવે કરીને ચેતન પોતે જ બંધાયો છે.
જ્યાં ક્ષયોપશમભાવ છે, ત્યાં પુરુષાર્થ છે.