________________
૩૨૪
આનંદઘન પદ
પ્રાનનાથ વિછરેકી વેદન, પાર ન પામું અથાગ થગોરી; આનન્દઘન પ્રભુદર્શન (અવઘટ) ઔઘટ, ઘાટ ઉતારન નાવ મગોરી. ઠગોરી...૩.
લેશ્યાના ભાવમાં રહેવા દ્વારા પ્રભુના મનોયોગની પૂજા કરવા દ્વારા જે સુધારસ - અમૃતરસનું પાન કરવા મળ્યું છે તેનાથી મારા મન વચન કાયા પાંગરી ઊઠ્યા છે - મહોરી - ખીલી ઊઠ્યા (પગોરી) છે. કાયા વંદ્ય - પૂજય બની છે, વચન આજ્ઞાસ્વરૂપ આરાધ્ય બન્યા છે અને મન નિર્મળ બન્યું છે. કારણ બધીય ઈન્દ્રિયો સહિત મન પાંચે ઈન્દ્રિયોના ૨૩ વિષયોથી વિમુખ થઈ આત્મવશ રહી આત્માભિમુખ વર્તી રહેલ છે.
·
-
૪૫
ચેતનાને એના પ્રાણનાથ ચેતન પરમાતસ્વરૂપથી વિછરી-બિછડી-વિખૂટા પડી જવાની વેદનાનો કોઈ પાર નથી સીમા નથી. એ તો વેઠે તે જાણે. પ્રસુતિની વેદના પ્રસુતા જ જાણે. એને પ્રસુતિ કરાવનારી સુયાણી-દાયણ પણ નહિ જાણે. પાછું એ પણ એટલું જ સાચું છે કે પ્રસુતિની - પ્રસવની વેદના સહન કરે તે જ માતા બનવાનું અને જણ્યાને ખોળે રમાડવાનું સુખ માણી શકે.
આમ પરમાત્મદર્શન - આત્મસાક્ષાત્કાર થવામાં ઘણી ઘણી વેદના સહન કરવી પડે છે. પરંતુ પરમાત્મા તો પ્રાણ-પ્રાણનાથ છે. આત્માના પરમ આત્મસ્વરૂપને પામું નહિ તો એના વિરહના વિયોગમાં ભવદુ:ખનો કોઈ પાર નથી. હવે તો એ વેદનાથી પાર ઉતરી જાઉં - એનો અંત લાઉં ત્યાં સુધી પરમાત્મધ્યાનમાં ચિત્તને થગિત સ્થગિત સ્થિર કરવા થાક્યા વિનાના એટલે અથાગ - તનતોડ પ્રયાસ કરીશ અને વેદનાનો અંત આણીને જ રહીશ.
-
અવગડ -
એ આનંદમયી પ્રભુદર્શનને પામવાનો માર્ગ ઘણો ઔઘટ અવઘટ વિષમ - કઠિન છે. હવે તો પ્રભુ ! આ ભવસાગર પાર ઉતારી, આતમ ઘાટે આતમને ઉતારે એવી ભાવનાવ માંગુ (મગોરી) છું, જે આપ મોકલાવો જેથી ભવપાર ઉતરું !
ઉપયોગ ઉપયોગ ઉપર રાખ ! ષ્ટિ દૃષ્ટા ઉપર રાખ ! જેથી ભીતરનો ભગવાન પ્રગટ થાય.