________________
૩૨૨
આનંદઘન પદ - ૪૫
લઈ એને મારા આત્મામાં વાળી લઈ સર્વસત્તા આત્મસ્વાધીન કરી આત્મશાસિત રહી આત્મસ્થિત થાઉં છું તો હવે તમે આ મારું ઘર છોડી તમે તમારે રસ્તા પડો !
ભાત ન તાંત ન માત ન જાત ન, ગાત ન, બાત ન લાગત ગોરી; મેરે સબ દિન દરસન પરસન, તાન સુધારસ પાન પગોરી. ઠગોરી.૨. | હે માયા મમતા ! આજ દિવસ સુધી તમારો દોરવ્યો, દોરવાયો અને પુદ્ગલની માયાને ન સમજતાં, મમતાના પનારે પડી, મમતાના પાપે એક ભવા પૂરતા ટકનારા અને દેહના સંબંધે ઉત્પન્ન થનારા ભવપ્રત્યેકી ભાઈ (ભાત), તાત-પિતા, માતા, જાત એટલે એક ગોત્રીયતા એવાં ફળના, જ્ઞાતી (ગાત) અથવા ગાત્ર (ગાત) એટલે શરીર કે પ્રાપ્ત મન વચન કાયયોગ એ બધાં સંબંધોને મારા મારા કરી વળગ્યો, પરંતુ આ (બાત) વાત કાંઈ ગૌરવવંતી (ગોરી) - શોભાસ્પદ કે ઉજળી લાગતી (લાગત) નથી.
અનુભવજ્ઞાની આપતપુરુષોએ સમજાવ્યું અને મારા અનુભવથી મને જણાયું કે આમાંના કોઈ સંબંધો સાચા સંબંધો છે જ નહિ. આ તો દેહના સંબંધે " બંધાયેલાં સંબંધો છે. પંખી મેળા અને મુસાફર ખાનાના સંબંધો છે. જ્યાં દેહનો જ સંબંધ ઠગારો અને દગાખોર છે કે જે વિનાશીનો વિશ્વાસ રખાય એમ નથી, તો પછી આ દેહના સગપણો અને દેહના વળગણોનો કેમ વિશ્વાસ રખાય ? જ્ઞાની કહે છે કે દેહ તો વળગાડ છે. એ વળગાડને વળગવાનું હોય કે પછી એ ભૂતને ભગાવવાનું હોય? આ બધું તો દેખાય છે ગોરું (ગોરી) પણ વાતમાં કાંઈ માલ નથી. આ કાંઈ ગોરું નથી પણ કાળું છે. એ તો આત્માની અશુદ્ધિ સૂચવતી કાલિમા છે. વિચારો ! વિચારતા જણાશે કે આ વાતમાં કોઈ ભલીવાર - સારાવટ નથી. આ તો દેહ છે ત્યાં સુધીના અને આ દેહ સાજો - સારો રહી સંબંધીઓના કામમાં આવે, એમનો સ્વાર્થ સધાય ત્યાં સુધીના સ્વાર્થી - મતલબી સંબંધો છે. પછી તો કોણ કોનો છોરું અને કોણ કોનો બાપ ? સ્વાર્થ પૂરો થતાં ભેગાં થયેલાં છૂટા પડી જઈને રખડવાનુ જ રહે છે. આત્મા આત્મામાં રહીને આત્માની બાજુએથી વિચારે, ચેતન ચેતનવંતા
ભેદમાંથી અભેદમાં જા ! સક્રિયમાંથી આંક્રય થા પરથી ખસ સ્વમાં વસ!