________________
આનંદઘન પદ - ૪૫
૩૨૧
વચનથી મારી મતિ એટલે કે મારા મતિજ્ઞાનને હું આત્મામાં લઈ (લે) ગયો. છું અર્થાત્ મારી મતિ આત્મલક્ષી થતાં આત્મજાગૃતિ (જગોરી) આવવાથી હવે મારી ગતિ પરમાત્મ ભણી થઈ છે. મહામહોપાધ્યાયજી યશોવિજયજીએ પણ ગાયું છે........
કૃપા કરકે પ્રભુ દરિસન દીનો, ભાવકી પીક મીટાઈ,
મોહનિદ્રાસે જાગૃત કક્કે સત્યકી શાન સુનાઈ; તન મન હર્ષ ન માઈ સખીરી આજ આનંદ કી ઘડી આઈ.
ભલે આજ લગી હું મોહનિદ્રામાં અભાનદશામાં હોવાથી હું મારા ઘરનો માલિક હોવા છતાં પણ માલિક એવાં મને ચોર ભાગેડુ બનાવી ચારે ગતિમાં ભગાડ્યો (ભગોરી) અને રખડાવ્યો ! પરંતુ હવે હું જાગ્યો (જગોરી) છું અને આત્મભાન થયું હોઈ, મારા ઘરનો હું માલિક તમને એલાન કરું છું કે હવે તમે ઠગારાઓ, જેણે મારું ઘર બચાવી-પચાવી પાડ્યું હતું એવાં તમે અહીંથી નીકળો - ભાગો (ભગોરી) ! હવે તો હું તમારી પાછળ જ લાગી (લગોરી) પડ્યો છું અને તમને મારા ઘરમાંથી હકાલબહાર કાઢીને જ જંપીશ. મારા ઘરમાં - આત્મઘરમાં અડ્ડો જમાવીને પેધા પડી ગયેલા તમારે પોબારા ભણ્યા સિવાય - પલાયન થયા સિવાય તમારો છૂટકો નથી કારણ કે માલિક જાગ્યો છે અને આત્મજાગૃતિ - આતમ મતિનો ડંગોરો લઈને તમારી પૂંઠે પડી ગયો છે.
અનુભવજ્ઞાની આપ્તપુરુષોએ મને બરોબર સમજાવી દીધું છે કે આત્મઘરનો સાચો માલિક કર્તા હર્તા ભોકતા તો હું જ છું ! મારા આપેલા Power of atorney - કામચલાઉ અધિકારનામાનો દુરુપયોગ કરી કર્મો મારી જ આપેલી એ સત્તાની રૂએ માલિક બની બેઠાં હતાં. હવે એ મારો Power of attorney વિથડ્રો કરું છું - પાછો ખેચું છું ! માટે હે માયા મમતા ! હવે તમે દગાખોરી કરીને મને તમો ઉત્થાન પામતા રોકી, સંસારના કેદખાનામાં પૂરી રાખી ચારે ગતિની જેલોમાં ફેરવ્યા કરો અને મારા મુકત અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય, અનંતસુખમય એવાં અનંત ચતુષ્કાથી દૂર રાખો તે હરગીજ ચલાવી લેનાર નથી. મારી આપેલી સત્તાના જોરે તમે નાચતા હતાં. હવે એ મારી સત્તા પાછી ખેંચી
રહેવું પડે તો સંસારમાં ભલે રહો, પણ સંસાર તમારામાં ન રાખો. માન્યતા બદલો.