________________
આનંદઘન પદ - ૪
૩૧૯
મહારાજ જેવાં અવધૂત ચોગી ઋષિરાજ પણ જ્યાં સુધી ચેતનથી અભેદતા સધાતી નથી ત્યાં સુધી પોતાને જો અસુરક્ષિત માનતા હોય તો આપણે તો કેટલી સાવધાની વર્તવી જોઈએ અને જાગૃત - સાવચેત રહેવું જોઈએ !
પદનો બોધ એ છે કે શાસ્ત્રોના અંગુલિનિર્દેશ મુજબ આત્મભાવમાં વર્તા, આત્માનુભૂતિ કરી, આત્મશાસિત થઈ, ગુણ અને ગુણી અર્થાત્ ચેતના અને ચેતને એકમેકના સથવારે પર્યાય વિશુદ્ધિ કરી દ્રવ્ય, ગુણ અને પર્યાય એટલે કે ગુણી, ગુણ અને ગુણકાર્ય કે પછી ચેતન, ચેતના અને એની ચિતિ-ચિતકાર્યની અભેદતા સાધવાની છે; જેમાં જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ જાગૃતિ - અપ્રમત્તતા વધારતા જઈ અભેદ પ્રતિનો વેગ વધારતા જવાનું છે કે જેથી ભેદભાવમાં સરકી જઈ અભેદતાથી છેટા નહિ પડી જવાય.
સતકેવલી બનેલા અને ઉપશમણીએ ચઢી ૧૧મે ગણસ્થાનકે છેઠ વીતરાગતાનો સ્વાદ ચાખી આવેલા એવા પણ અનંતા આત્માઓ આજે નિગોદમાં રહી કાળ પસાર કરી રહ્યા છે માટે જરા પણ ગાફેલ ન થઈ જવાય તેની કાળજી રાખવાની છે. ગમે તેટલા આગળ વધીએ, ગમે તેટલો આનંદ અનુભવાય તો પણ તે બિંદુ તુલ્ય છે. સિંધુ જેટલો કેવલજ્ઞાનનો આનંદ પામવાનો હજુ બાકી છે એ વારંવાર યાદ કરવા જેવું છે.
નિમિત્તો મળથી ગભત દોષો ઉલઢી આવી યઢકે છે, માટે સારા નિમિત્તો વચ્ચે રહી જાતને જાળવતા રહેવું.
ક્યાં તો બધાંથી ભેદ કરી છૂટો પડી મોક્ષે જ ! ક્યાં તો બધાંથી અભેદ થઈ બધાંને પોતાના માની મોક્ષે જા !
જ્ઞાનમાં જાણનારો જણાય એ મોક્ષમાર્ગ છે, જ્યારે જગત જણાય એ સંસાર છે.