________________
૩૧૮
આનંદઘન પદ
- ૪૪
દિશામાં થઈ રહી છે કે નહિ તેનો તાળો શાસ્ત્રોમાંથી મેળવી આત્મવિશ્વાસ વધારી, આત્મશાસિત થઈ પરમાત્મસ્વરૂપ પ્રકાશન કરી શકાય છે.
મેરે તો તું રાજી ચાહિયે, ઔરકે બોલ મેં લાખ સહુરી; આનન્દઘન પિયાવેગે મિલો પ્યારે, નહીં તો ગંગતરંગ બહુરી...તેરી...૩.
હે મારા ચૈતન્ય પ્રભુ ! મારો (ચેતના-ગુણ) અને આપનો સંબંધ તો ગુણ-ગુણીભાવ રૂપ અભેદ અન્વય સંબંધ છે. એક સિક્કાની બે બાજુ જેવો આપણો સંબંધ છે. આપની (ગુણીદ્રવ્યની) ઓળખ મારા (ગુણ-ચેતના) થકી છે અને મારો આધાર (પ્રાણ) આપ છો. આપણો અવિનાભાવિ - અભેદ -. અન્વય સંબંધ છે.
-
-
હે પ્રાણપ્રિય ચૈતન્ય પ્રભુ ! હું તો તારો રાજીપો - તારી પ્રસન્નતા ચાહું છું. તું રાજી રહે - તારી કૃપા બની રહે - સ્વામી આધાર ચેતનની આત્મપ્રસન્નતા બની રહે એ માટે - એને ખાતર તો ઔર કે - અન્યના (બીજાના) જે કાંઈ અને જેટલા પર હોય તે ભલેને લાખોની સંખ્યામાં કેમ ન હોય એ બધાંય બોલ (વચન)ને હું સહન કરી લઈશ. કર્મદહન કરી પ્રભુપદ પામવા સહનશીલતાનો ગુણ ભારે ઉપયોગી નીવડે છે. સહનશીલતાના આધારે જ ક્ષમા અને સમતાની વર્તના છે. તેથી આ સહનશીલતાને આત્મધ્યાનની પરાકાષ્ટારૂપ ગુણ સમજવા જેવો છે. જ્યાં બીજો કોઈ ઉપાય નથી ત્યાં સહન કરવુ એજ એક ઉપાય છે. સમતા-ચેતના આનંદઘનના અવતાર સમા પોતાના ચેતનને પ્રાર્થી રહી છે કે હે ભકત વત્સલ ભગવંત ! આપની ભકતપ્રિયાને દર્શન આપવા, આપ પ્રચંડ વેગે શીઘ્રાતિશીઘ્ર આવી મળો (મિલો). આપ તો સમય માત્રમાં લોકાગ્ર શિખરે પ્હોંચી જવાની ગતિશક્તિ ધરાવો છો, તો હવે વેગથી (જલ્દીથી) મળો. જો આપ વેગે કરીને શીઘ્ર આવશો નહિ, તો જેમ ગંગા નદીનો પ્રચંડ વેગે ધસમસતો પ્રવાહ કુશળ એવાં તરવૈયાને પણ એના પ્રવાહમાં ક્યારેક તાણી જાય છે, એમ હું સમતા ચેતના આપ ચેતનને પામવા અને ચેતનમય બની જવા આતુર ઉત્સુક છું છતાં ભય છે કે ક્યાંક ચિત્તવૃત્તિઓ મમતાના અવળા પ્રવાહમાં અવળા માર્ગે ફંટાઈ નહિ જાય. પદના આ ચરણનો નિષ્કર્ષ એ છે કે આનંદઘનજી
પ્રયત્ન દોષનાશ અને ગુણપ્રાપ્તિનો હોય પરંતુ લક્ષ્ય તો સ્વભાવનું હોય !