________________
૩૧૬
આનંદઘન પદ
-
૪૪
છે. આ સાંકેતિક પ્રયોગ એ પણ સૂચવે છે કે જીવન વ્યવહાર સુખેથી જીવવો હોય કે અધ્યાત્મમાં આગળ વધી મોક્ષે જવું હોય દરેક જગ્યાએ વાણીનો વ્યવહાર વિજ્ઞાન પૂર્વકનો એટલે કે આત્મ જાગૃતિ પૂર્વકનો હોવો જોઈએ. આ સાંકેતિક ભાષા એવો સંકેત કરે છે કે આ પદરચના સમયે, યોગીરાજજીનો ચેતન આત્મા સાતમા ગુણઠાણાની અપ્રમત્ત ધ્યાનદશામાં ઝૂલી રહ્યો હોવો જોઈએ. એઓશ્રીએ અરૂપી તત્ત્વને રૂપક રૂપે નાટકીય ઢબે ઢાળીને આ બે પદરચનાથી અભિવ્યકત કર્યું છે.
પરસ્પરના પ્રેમની અભિવ્યક્તિથી અભિરામ નહિ પામતા પાછા આગળ વધી ઉભય અરસપરસને જાણે કોલકરાર કરતાં હોય એમ આશ્વસ્ત કરી, વિસ્વસ્થ કરી રહ્યાં છે. ચેતન એની ચેતનાને કહે છે કે તું મારી જ છે. હવે તું તારા મનમાંથી ડર કાઢી નાંખ અને નિર્ભય થઈ જા ! તો વળતાં ચેતના એના સ્વામી ચેતનને કહે છે કે હું પણ તારી જ છું તેની તું ખાત્રી રાખ અને હું કહું છું એમાં એ વાતમાં જરાય દંભ -ડોળ કે દગો ફટકો નથી એ તું જાણી લે ! ચેતના કહે છે કે મેં દગાખોર કાયા ઉપરનો મમત્વભાવ હવે ત્યજી દીધો છે અને તેથી જ કહું છું કે ફરી કદી તારા દ્વારા મને કાયા પ્રત્યે મમતા રાખતી જણાઉં તો એની મને સહેજ ટકોર પણ કરશે અને ચેતવશે તો એ કાયાનો કેફ ઉતારવા કાશી જઈને કરવત મેલાવી ધડ અને માથું જુદાં કરવાનો માર્ગ ગ્રહણ કરતાં પણ અચકાઈશ નહિ એની ખાત્રી રાખજે ! રામની સતી સ્ત્રી સીતાએ રાવણને ત્યાં રહેવાં છતાં સ્વયંના સતીત્વને અણીશુદ્ધ અકબંધ જાળવી રાખી રામની જ રહી હતી, તેની અગ્નિપરીક્ષા આપી હતી, એવી કસોટીએ ચડવાની મારી તૈયારી છે.
સંસાર દાવાનળથી તપ્ત થયેલ ચેતનને ખબર પડતી નથી કે પોતે કોનાથી દુ:ખી થાય છે અને શા માટે આ સંસારમાં રખડે છે ? એને સત્ય સ્વરૂપ સમજાવવા માટે અહીં શુદ્ધચેતના સ્પષ્ટ બોધ કરી, પોતાના ત્રિકાળ શુદ્ધત્વની પ્રતીત કરાવી, તેની પ્રાપ્તિ માટે પ્રેરે છે. ગુણ અને ગુણી (દ્રવ્ય) એ બે અવિભાજ્ય સહભાવી છે. આ ગુણીના ગુણનું જે કાર્ય છે તે ગુણ અને ગુણીની ઓળખ કરાવનાર પર્યાય - વ્યવહાર છે. જેવો ગુણી છે અને જેવાં
સાધના એટલે જ્ઞાનમાં સુધારો. આપણા જ્ઞાનને નિર્મળ બનાવતા જવું એ ધર્મ.