________________
આનંદઘન પદ - ૪૩
જે નૈમ્પયિક મોક્ષમાર્ગ છે. આ કર્તાપણા, થવાપણાના ભાવથી રહિત હોવાપણાની કે જેમાં પોતે પોતાથી પોતાનામાં સમાઈ જવાની સ્વ આલંબન પ્રધાન પ્રક્રિયા છે. ટૂંકમાં ગુણવિકાસથી પર્યાયવિશુદ્ધિ એ આગમશૈલી છે પણ એમાં ગુણવિકાસનું સાતત્ય જળવાવું જોઈએ અને ગુણારોહણ થતું રહેવું જોઈએ. જ્યારે દ્રવ્યદૃષ્ટિથી પર્યાયવિશુદ્ધિ એ અધ્યાત્મશૈલી છે. આગમશૈલીમાં ભેદથી અભેદમાં જવાની પ્રક્રિયા છે જ્યારે અધ્યાત્મશૈલીમાં અભેદદૃષ્ટિથી અભેદ થવાની પ્રક્રિયા છે.
પદસાર એ છે કે સંવાદી અને વિસંવાદી તત્ત્વો વચ્ચે ઘરેલુ ખટપટ થવાનું કારણ જીવાત્મા પોતેજ છે. બુદ્ધિના ભરોસે (વિશ્વાસે) રહી જીવ જગત વ્યવહારથી વર્તે છે. બુદ્ધિ એને છેતરી રહી છે એટલે કે અવળી મત (મતિ) આપી રહી છે. વ્યવસ્થિત શક્તિ કે જે કુદરતી શક્તિ છે અને કુદરત કુદરતનો ન્યાય વ્યવસ્થિત રીતે આપી રહી છે, એવી સાચી સમજ વ્યવહારુ જાગતિક (વૈશ્વિક) બુદ્ધિ આપતી નથી. તેથી ‘ભોગવે એની ભૂલ' અને ‘બન્યુ એજ ન્યાય' એ કર્મસિદ્ધાંતોને જીવનમાં અપનાવી જાતને દોષિત ઠેરવી જગતની પ્રતિ નિર્દોષ ભાવનો વ્યવહાર રાખતા નથી, તેથી કર્મપરિણામમાં નિમિત્ત બનનારને દોષિત જોઈ, એની સામે ફરિયાદ કરી ન્યાય શોધવા નીકળીએ છીએ અને વિષચક્રને ફરતું જ રાખીએ છીએ. અજ્ઞાની જીવો કાળચક્રને આધીન બનીનેજ જીવે છે. કર્મ અને કાળ તેના ઉપર સત્તા જમાવીને બેઠા હોય છે એટલે તેઓને જન્મ-જરા-મરણનું વિષચક્ર ચાલુજ રહે છે એ વિષચક્રને તોડવા માટેનો એકજ ઉપાય છે અને તે આત્મજ્ઞાની બનવાનો. બુદ્ધિ, બુદ્ધિ મટી પ્રજ્ઞા બને, સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તો પછી સાચી સમજ આવતા મમતાની માયાજાળ ઈન્દ્રજાળમાંથી છૂટી, સમતાના પક્ષે રહી સમરૂપતા - વીતરાગતાને પામી શકાય છે અને આત્મ વૈભવ - કૈવલ્યલક્ષ્મી પ્રગટ કરી આત્મરમમાણ બની નિત્ય, પૂર્ણ, નિરંતર, સ્થિર આનંદ સ્વરૂપમાં રહી શકાય છે.
-
૩૧૩
新
ભાવ એ આત્મા નથી, સ્વભાવ એ આત્મા છે.