________________
૩૧૦
આનંદઘન પદ - ૪૩
આવા તાત્પર્યમાં “ઓર દેઢ દિન જુઠ લહેરી” પંકિતનું રહસ્ય ખોલ્યું છે. એ પછી તો ક્ષપણ જ છે. ક્ષપકશ્રેણિના મંડાણ થતાં એ બધાના ભૂક્કાં જ બોલાઈ જવાના છે. મોહક્ષય થતાં જ સમતા - સમરૂપતા - સમત્વતા - વીતરાગતા છે, જ્યાં પછી મમતાનું નામનિશાન પણ નહિ રહેશે. કારણ કે પછી માત્રા હોવાપણું હશે અને હું પણું રહેશે નહિ. હું પણું નથી ત્યાં મમતા કેમ કરીને હોય ? પછી સમતાને મારી પણ પણ કહેવાનું રહેશે નહિ. સમતા - ચેતનાની ચેતનની સાથે અભિન્નતા હશે - અભેદતા હશે જેવી સુમન અને સુવાસની, સાકર અને મીઠાશની અને સુવર્ણ અને પીળાશની અભેદતા - અભિન્નતા છે. તું સમતા-ચેતનાજ મુજ ચેતનની ઓળખ બની જઈશ.
એતી તો હું જાનું નિહ, રી ચીચર ન જરાઉ જરેરી; જબ અપનો પદ આપ સંભારત, તબ તેરેપર સંગ પરેરી. મેરી....૨.
હવે ચેતન - સમતા એના ચેતનસ્વામીની શાંતવનાનો જવાબ વાળતા કહે છે કે જે આપ કહો છો એતો (એની) હું જાણું છું અને આપના નિશ્ચય (નિહચે) ની પૂરેપૂરી ખાત્રી છે તેથી તો હું નિશ્ચિંત • નચિંત (નિહચે) છું. પરંતુ ફિકર એક માત્ર એટલી છે કે રી એટલે શરીર - કાયાની જરાયુ - વૃદ્ધાવસ્થા (જરાઉ) આવશે અને તે વખતે ઈન્દ્રિયો કરવા (જરેરી) - ખરવા. માંડશે - અંગોપાંગ ક્ષીણ થવા માંડશે અર્થાત્ દાંત પડી જશે, આંખે ઝાંખપ આવશે, કાને બહેરાશ આવશે, હાથપગ જકડાવા લાગશે, પાચનશક્તિ - જઠરાગ્નિ મંદ પડી જશે, ત્યારે એવી જર્જરીત કાયાવસ્થામાં તમારી રક્ષા કોણ કરશે ? ત્યારે આ તમારા લોહીની તરસી, નિજ સ્વાર્થની ભૂખી, પેધી પડી ગયેલી ચાડિયણ ચુગલીખોર (ચચર) મમતા મારી પર હસવાની - મશ્કરી કરવાની અને જલવા-બળવા-ઈર્ષા કરવાની તક ગુમાવશે નહિ. તને મારા સ્વામી ચેતનને એવી અવસ્થામાં મમતા જરૂર હજુ દોઢેક દિવસ મુંઝવશે પરંતુ તેને સમયે પણ ચેતન પોતે પોતાના સ્વરૂપનો - સ્વપદનો - સ્વસ્થિતિનો - અમરપદનો વિચાર કરશે, એ જયારે (જબ) નિજપદ (અપનોપદ), આપ (પોતે) સંભારશે - યાદ કરશે ત્યારે, એ સ્વ સ્વરૂપના લક્ષ, કાયાનો સાથ ના રહેશે તે સમયે પણ પોતે સ્વના સ્મરણથી સ્વમાં સમાઈ જશે અર્થાત્ નિર્વિકલ્પ
આત્માની શોભા આત્મગુણોથી છે. ગુણવૈભવ એ જ આત્મવૈભવ.