________________
આનંદઘન પદ - ૪૩
૩૦૯
ધમપછાડા છે.
આત્મા સમ્યકૃત્વ પામતા એ સ્વરૂપ દષ્ટા બને છે અને સ્વરૂપદષ્ટા બનતા આત્માને સાચા અને ખોટા - Yહની તથા મારા (સ્વ) અને (પર) તારા - પરાયાની સાચી સમ્યમ્ આત્મલક્ષી સમજ આવે છે. એનાથી હેય, શેય અને ઉપાદેયના વિવેકરૂપ જાગૃતિ આવે છે.
સાધનાના પથ પર સમ્યક્ત્વની સ્પર્શના કરી ચૂકેલા સ્વરૂપદષ્ટા યોગીરાજજી, સાચું કોણ અને જૂઠું કોણ ? મારું કોણ પરાયું કોણ ? એની સાચી ઓળખ થઈ ગયેલી હોવાથી સમતાને પદના પહેલાં ચરણના ઉપરોક્ત કથનની ધીરતા ધરી હિંમત રાખી શાંત રહેવા જણાવે છે કે હવે તો છઠ્ઠા ગુણસ્થાનકના ચાર ચરણના એક દિવસ અને સાતમા ગુણઠાણાના બે સોપાનનો અડધો દિવસ મળી એક દોઢ દિવસ પૂરતી જ આ મોહ માયા મમતાની સાથેની લડત છે. છઠ્ઠા અને સાતમા ગુણઠાણા ના વારંવાર નિરતિચાર ઉપરના અધ્યવસાય સ્થાનોની સ્પર્શના અનેકવાર થાય પછીજ ક્ષપકશ્રેણિ માંડવાનો પ્રસંગે ઉપસ્થિત થતો હોય છે. યોગીરાજ પોતે સમજે છે કે પોતાને જે છઠ્ઠા સાતમા ગુણઠાણા ની સ્પર્શના છે, તેમાં સાતિયારતા છે તેથી તેમજ કાળબળ. સંઘયણ બળની અનુકૂળતા નહિ હોવાથી આ ભવમાં ક્ષપકશ્રેણિનો યોગ નથી, એટલે પોતાને અહિયાથી કાળ કરી દેવલોકમાં જવું પડશે. એ દેવનો ભવા વિસામા તુલ્ય છે ત્યા ચારિત્ર અર્થાત્ છઠ્ઠા સાતમા ગુણઠાણા ની સ્પર્શના નથી એટલે તે દેવનો ભવ એને એક ભવ ગણી અને પછી પ્રાપ્ત મનુષ્યનો ભવ, તેમાં બાલ્યકાળમાંજ ચારિત્ર લઈ શીઘ ક્ષપકશ્રેણિ માંડી મોક્ષે જઈ શકાશે માટે તે મનુષ્યના ભવને અડધા ભવ જેવો ગણી હવે મમતાને મૂળમાંથી ખતમ કરવા અને સમતાની સર્વોપરિતા સ્થાપવા ના ભવથી વધારે સમય નહિ લાગે. આ દોઢ ભવને દોઢ દિવસ જેવા ગણાવી યોગીરાજ સમતાને આશ્વાસન આપી રહ્યા છે.
જો પછીના ભવમાં છઠ્ઠા-સાતમા ગુણઠાણા ની નિરતિચારતા સ્પર્શી જશે તો પછી ક્ષપકશ્રેણિ માંડવા માટે ૧-૧ના દિવસથી વધારે સમય નહિ લાગે.
સારા પણ વિકલ્પનો અહં થવો તે ખોટું.