________________
૨૬૮
આનંદઘન પદ - ૩૮
રહ્યું છે જે સંપૂર્ણપણે વિલીનીકરણ થતા મન રહેતું નથી એટલે ચેતન ચેતના અભેદભાવે મળી જાય છે. આજ સંસારનાટકનો અંત છે.
| મનસા નટ નાગરસું જોરી હો. મ. - નટ નાગરસૂં જોરી સાખી હમ, ઔર સબનસો તોરી હોમ...૧.
જેમ અનાથી તન ટકે છે તેમ મનના બળે જ સંસાર ટકે છે. ચેતના જ્યારે પોતાના સ્વામી ચેતનથી વિખૂટી (છૂટી) પડે છે ત્યારે અંત:કરણમાં મન સંબંધી કાંઈ ને કાંઈ ભાવો વર્તે છે. સમતા-ચેતના પોતાના હાલનું વ્યાન મનને કરી રહી છે. | હે મન ! મારા સ્વામી ચેતન નટનાગરની બાજી ખેલી રહ્યાં છે, નટનાગરની જાત એટલે ભાંડ ભવાયાની જાત, કે જેને કોઈ નિશ્ચિત ગામ, નિશ્ચિત ઘર કે નિશ્ચિત પરિવાર હોતો નથી. ઠામઠેકાણા વગરની ગામે ગામ ભટકતી. વણજારાની જાત હોય છે. જ્યાં ત્યાં, જેની તેની આગળ નાચકૂદ, ખેલ, ગાનતાન કરી લોકોને રાજી કરે અને એમાંથી જે કાંઈ બેચાર પૈસા મળે એનાથી. ગુજરાન ચલાવતા હોય છે. એજ રીતે ચેતન મને ચેતના - સમતાને છોડીને, ફરી ફરીને ભાંડભચાની જાત સમાન મમતા-માયાના પાશમાં પડી મને - એની ચેતનાને વિસારે પાડી રહ્યો છે.
હે મન ! તું જ કહે કે મારા સ્વામી ચેતન આવું કરે, તેના પર મારું શું જોર ચાલે ? એ તો પુરુષની જાત એટલે બળવાન - જોરાવર જાત ! એની સામે હું તો સ્ત્રીની અબળા જાત, મારી તો પ્રકૃતિ મૂદુ-નરમ ! નારીની જાત ઉપર પુરુષ થઈને નારીની રક્ષા કરવાના બદલે જુલમ કરે, તેનાથી પુરુષને કર્મ બંધાય છે.
એ ચેતન જે આજે નટનાગર બન્યો છે, તેની સાથે સ્વામીનો સંબંધ ત્યારે જ જોડી (જોરી) શકી, કે જ્યારે બીજાં બધાંય (રસબનસો) સાથેના સંબંધો તોડી (તોરી) શકી. એટલું જ નહિ પણ ચેતનને, સ્વામીના સંબંધે સ્વીકારવા માટે તો જેન કુળને મારા કુળ તરીકે, પરમાત્માને મારા પિતા તરીકે, કરુણાને મારી માતા તરીકે, વિવેકને મારા ભાઈ તરીકે, સત્યને મારા મિત્ર તરીકે
સંસાર એટલે અજ્ઞાન અને અજ્ઞાન એટલે સંસાર.