________________
૨૯૨
આનંદઘન પદ - ૪૧
(વિકૃત) થયેલ સુવાસ ખોઈ બેઠેલી ચેતના છે. ખરેખર તો હું શુદ્ધ સ્વરૂપમાં તો બુદ્ધ જ છું પરંતુ શુદ્ધતા ખોવાઈ ગઈ છે, તેથી બુદ્ધતા મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર સ્વરૂપે અંત:કરણરૂપ બની છે. મારી અશુદ્ધિમાં મારા બહારના પૂલ કરણો (સાધનો) જે બહિષ્કરણ છે તે સ્થૂલ દેહ (કાયા) અને ઈન્દ્રિયો છે તો અંદરના કરણો (સાધનો) અંતષ્કરણ છે જે સૂક્ષ્મ છે અને તે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે.
પરમાં જવાના કારણે મારું સ્વરૂપ પરરૂપ થવાથી સુરૂપ મટી કુરૂપ થયું છે. મન કુમન થયું છે, બુદ્ધિ કુબુદ્ધિ થઈ છે, ચિત્ત ચગડોળે ચડી ડામાડોળ થયું છે અને જ્યાં હું નથી, જે મારું નથી અને જેનો હું કર્તા નથી ત્યાં હું પણું, મારાપણું કરું છું અને કર્તાપણું દાનવું છું, એ મારો અહંકાર છે. અર્થાત્ અવર (૫૨)માં હુંકાર છે, કે જે અવળો હુંકાર છે.
આવા સ્વઘર - સ્વદેશ - સ્વરાજ છોડી, પરઘેર - પરદેશ ગયેલાં પિયુ પાછા ક્યારે ફરે તેની મીટ માંડી (આંખ લગાવી)ને મનના ગોખે (ઝરુખે) એની વાટ જોતી એને અંગે સારા ખોટા વિચાર કરતી વિરહાગ્નિમાં જલતી, આવશે • નહિ આવશે કરતી ઝોલા (ગૂલી) ખાઈ રહી છું.
હસતી તબહું બિરાનિયાં, દેખી તન મન છીયા હો; સમજી તબ એતી કહી, કોઈ નેહ ન કીયો હો. પિયા...૨.
જ્યારે હું અણસમજુ અજ્ઞાન હતી ત્યારે આવી પતિ વિયોગીની બિરાનિયાં - વિરહાણીયાઓને પતિ વિરહમાં રડતી જોઈ હસતી હતી. કારણ કે ત્યારે મને વિરહની વેદનાનું ભાન નહોતું. એ તો એવું છે કે વિધવાનું દુ:ખ સધવા જાણે નહિ અને પ્રસુતિની પીડાને વાંઝણી જાણે નહિ. કહ્યું છે કે ઘાયલકી ગતા ઘાયલ હી જાને. હવે આજે વિરહિણી થતાં મને એ વિરહની વેદનામાં કેવાં તન-મન છેદાઈ-ભેદાઈ (છીયા) જતાં હોય છે અને તડફડતા હોય છે તે દેખી અનુભવીને એ વેદના સમજાઈ છે ત્યારે (તબ) એટલું (એની) કહું છું કે કોઈ સ્વદેશ - સ્વઘર છોડીને પરદેશગમન કરનાર પરદેશી સાથે પ્રીત (નેહ) કરશો
નહિ..
જ્ઞાની ઉપયોગનો સદુપયોગ કરી સંસારમાંથી છૂટે છે.