________________
૩૦૦
આનંદઘન પદ
-
-
૪૧
સિદ્ધગતિના ઉર્ધ્વગમનના ઉત્કૃષ્ટ ઉર્ધ્વબળે, મને આ નિગોદના કૂવામાંથી બહાર ખેંચી કાઢ્યો. બહાર નીકળ્યા પછી પણ કંઈ કેટકેટલાં દેહાકારો ધાર્યાં અને છોડ્યાં. આમ અનાદિઅનંતકાળથી દેહાત્મભાવથી અર્થાત્ દેહની મમતામાં મરતો જ રહ્યો છું. મરણથી ત્રાસેલા અને હંમેશ જીવિતને - અમરતાને ઈચ્છતા મને હવે જ્ઞાનનો ચમકારો થયો કે આ જન્મ અને મરણનું મૂળ તો, આ દેહની આળપંપાળમાં મમતામાં હું મને પોતાને ભૂલી ગયો છું, તે છે. હવે જ્યારે ભાન થયું છે કે આ જનમમરણનું મૂળ શું છે, ત્યારે હવે ‘મૂળ નાશે વૃક્ષ નાશ’ કે ‘કારણ નાશે કાર્ય નાશ’ એ ઉક્તિથી પ્રેરાઈને એ મૂળનો, એ કારણનો કે જે જન્મમરણની જડ હતી તે (યા) કારણ (કારન) મિથ્યાત (મિથ્યાત્વ)નો જ (તજ) નાશ કરી દીધો (દીયો). મિથ્યાત્વ જે કારણ છે તેનો નાશ કરાતા કાર્ય થશે નહિ.
જે દેહ ધારણ કરતો અને છોડતો આવ્યો હતો, એ દેહ જ પોતે વિનાશી સ્વભાવવાળો હતો. એ દેહ વિનાશી (મિથ્યા) હતો, છતાંય હું મૂર્ખ એમાં અવિનાશી બુદ્ધિ કરી, એને ટકાવવાના પ્રયત્ન કરતો હતો અને એ દેહનો માલિક જે અવિનાશી હતો અને બધાંય દેહમાં બધે હાજર એવો મારો જનમ ્ જનમનો સાથી હતો એને હું ઓળખતો પણ નહોતો. કારણ કે હું મને દેહ જ માની બેસવાની ભૂલ કરતો આવ્યો હતો. મારાજ દ્વારા બનાવેલા માટીના પૂતળમાં માટીપગો બનીને હું મને ભૂલી ગયો હતો. દેખવાના સ્વભાવવાળો એવો હું આંધળો બન્યો હતો. જાણનારો એવો હું જણનારો બની ગયો હતો. દેહ એ જ હું છું અને દેહ એ જ આત્મા છે એવી મૂર્ખતામાં દેહતાદાત્મ્યતામાં અર્થાત્ વિનાશીમાં અવિનાશીતાની વિપરીત (ઉલટી) માન્યતા કે જે મિથ્યાત્વ કહેવાય છે એમાં જ રાચતો માચતો હતો. દેહના મોહમાં મરતો હતો તેથી ફરી ફરી દેહ ધારણ કરતો હતો. હું મૂરખ જે મારું નહોતું તેને મારું મારું કરતો હતો અને મારું હતું તેને પીંછાનતો - ઓળખતો નહોતો.
હવે મને મારી પોતાની, મારી ચેતના - સમતાની, મારી અવિનાશીતાની, મારી અમરતાની ઓળખ (સમજ) થઈ છે, તેથી દેહ તો દાહ જ પામનાર છે અને એની રાખ જ થવાની છે એ જાણીને દેહનો મોહ જ છોડી દીધો છે. આમ
પૂર્વકરણ કર્યાં છે, પણ અપૂર્વકરણ આજ દિન સુધી કર્યું નથી.