________________
૨૯૮
આનંદઘન પદ - ૪૧
- સ્વપક્ષે સમતા અને સહનશીલતા રાખી પરપક્ષે ક્ષમાના ભાવ રાખવા પડશે. વિષય અને કષાયને હોમી દેવા પડશે એટલે કે એનો બલિ ચડાવવો પડશે.
આમ જે મમતા પ્રત્યે કઠોર થઈ એનો બલિ આપીને સમતાના મહેલમાં પધારો અને એના સંગમાં વિકરશો તો સ્વરસતા એટલે સરસતા રેલાવશો અર્થાત્ વાણીની સહજતાને પામશો, દેહાલચ શિવાલય બની જશે, અને નિર્વિકલ્પ બની નિશ્ચય બની નિશ્ચય (આત્મા)ના મહેલમાં મહાલશો.
પદનો બોધ એ છે કે મમતાના સંગમાં આત્માની શુદ્ધતા અને બુદ્ધતા તિરોહિત થઈ ગઈ છે, એવી સમજ જયારે આવી ગઈ છે, સાધનાની વસંત મહોરી ઊઠી છે તો હવે સમતાના સંગમાં સાનુકૂળ અને પ્રતિકૂળ અવરોધો - ઉપસર્ગોને પાર કરી જઈ, ધ્યાનાગ્નિની હોળી પ્રગટાવી કઠોર બની મોહ મમતાનો બલિ ચઢાવી, કામણ શરીરની રાખ કરી, પવિત્ર બની સ્વરસતા - સરસતા, સહજતાના આનંદઘન સ્વરૂપને પ્રગટ કરી લ્યો !
જીવ ને સમજ અને શાણો બની ધ્યાન સાધના દ્વારા પોતે પોતામાં સમાઈ જાય તો તેને મોક્ષ પ્રાપ્તિની દૂરી નથી. ધ્યાન સાધના દ્વારા પોતાનામાં સમાઈ જવું તે મનુષ્યભવનું સાફલ્ય ટાણુ છે જે ફરી ફરીને મળતું નથી. .
પરમાત્માથી વિખૂટા પડ્યાનું તીવ્ર દુ:ખ થવું જોઈએ. એ વેદના અસહ્ય બને. તે એવી કે ખાઈ શકાય નહિ, પી શકાય નહિ, રહી શકાય નહિ, હa પોકાર કરે, આઉંદ કરે. કાંઈ ચેન ન પડે. આંખમાંથી શ્રાવણભાદરવો નાયગરાના ઘોઘની જેમ વહેવા માંડે. જીવનના દરેક ક્ષેત્રમાં પોતાની જ ભૂલ દેખાય બાકી આખું જગત નિર્દોષ, પવિત્ર, સજજન, મહાસજજન, અતિસજજન, પરમસજજન દેખાય ત્યારે પરમાત્માના ભીતરમાં પધરામણા થાય છે તે માટેનો આ ભવ છે. આ સાફલ્યટાણું છે. જે યુગોના યુગો વીતી ગયા પછી પણ પાછું મળશે નહિ માટે તેને સફળ કરી લ્યો. યોગીરાજની આ આંતરવેદનાને આપણે સૌ સમજીએ અને આપણું સ્વાતંત્ર્ય મેળવવા કટિબદ્ધ થઈએ. રે! આ સાફલ્યટાણું, ચુગ યુગ પલટે તોય પાછું ન આવે.
આત્મસાક્ષીએ જીવ જેટલો પ્રામાણિક બની ઋજુ અને મૃદ્દ બન્યો તેટલો તે મોક્ષમાર્ગ.