________________
૨૯૬
આનંદઘન પદ - ૪૧
રહેતાં ભવરોગ - ભવદુઃખ દૂર નથી થતાં પણ ફરી ફરી દેહ ધારણ કરવાં પડે છે તે તનતાપ વધારવા બરોબર છે.
આંતરદાહને ઠારવા બાહ્ય શીતોપચાર કામ લાગતા નથી એમ અંતરક્રિયા વિનાની માત્ર કોરી બાહ્ય વ્યવહારક્રિયાથી આત્મદાહ આત્મરોગનું શમન થાય એમ નથી. સતયુગના ચોથા આરાના લોકોની વાત જુદી હતી. એ ઋજુ, પ્રાજ્ઞ સરળ, નિખાલસ, નિર્દભ, નિષ્કપટી હોવાથી તેઓમાં મન-વચન-કાયયોગા અથવા વિચાર વાણી વર્તનના પ્રવર્તનમાં એકાત્મતા હતી. એટલે જ થોડા પણ શ્રવણ સત્સંગથી અકલ્પનીય મહાલાભને પામતા હતાં. વર્તમાનના આ પાંચમા આરાના હુંડા અવસર્પિણિના હળાહળ કળિયુગમાં કે જ્યાં વિચાર વાણી વર્તનમાં એકાત્મતા નથી, લોકો જડ (અજ્ઞાન), વક્ર, કુટિલ, કપટી, દંભી, માયાવી, દુબુદ્ધિવાળા છે તેથી ઘણું બધું ઘણે બધેથી સાંભળવા છતાં અને ઘણું ઘણું કરવા છતાં સાંભળેલું અને આદરેલું મોટા ભાગનાને જોઈએ એવું પરિણામદાયી બનતું નથી. કારણ કે એવાં તો જડ કે વક્ર છે કે સવળું પણ અવળું સમજે છે. કહીએ એક, સાંભળે સમજે બીજું અને આદરે ત્રીજું જ. દવા હોય ચોપડવાની પણ એ પી જાય. ઋજુ અને પ્રાણ બની નિશ્ચયપૂર્વકનો વ્યવહાર કરશે તો , તરશે. નિચ્ચયપૂર્વકનો વ્યવહાર એટલે વ્યવહાર, વ્યવહાર રૂપ જ કરશે અને આત્માને આત્મામાં રાખી એ વ્યવહારમાં ભળશે નહિ, તો જ વ્યવહાર એ વ્યવહાર બનશે અને નિશ્ચય એ નિશ્ચય રહેશે અને તો જ નિશ્ચિંત બનાશે.
ફાગુનચાચર ઈકનિશા હોરી સિરગાની હો; મેરે મન સબ દિન જરે, તન ખાખ ઉડાની હો. પિયા.૫.
ફાગણ માસની પૂનમની રાતે હોળી ખેલનારા ઘેરૈયાઓ હોળી સળગાવે છે અને પછી એ હોળીની રાખને પવિત્ર ગણી પોતાના અંગ ઉપર લગાડે છે. પરંતુ મારા હૈયે તો દરરોજની હોળી સળગ્યા કરે છે, જે શરીરને રાખ કરી ઉડાવી દે છે. પદના આ પાંચમાં ચરણના શબ્દાર્થનો લક્ષ્યાર્થ એ છે કે તમે ચાચર એટલે ઘેરૈયા લોકો તો વસંતઋતુની ફાગણ સુદ પૂનમની જ એક રાતા પૂરતી દુષ્ટતત્વો - દુષ્ટકર્મોની હોળી કરી એ કર્મને બાળીને રાખ કરી નાખવા
ચેતન ભાવ કે અભાવ સ્વરૂપ નથી પણ સ્વભાવ સ્વરૂપ છે.