________________
૨૯૪
આનંદઘન પદ - ૪૧
ગતિવિધિ તારા જ કારણે - તારા જ અસ્તિત્વથી છે. તારા વિનાનું અમારું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ જ નથી. તું જીવથી અમારું જીવન છે. હે પ્રીતમ પ્રાણપતિ તારા વિના તારી પ્રિયા પ્રાણહીન મુડદાલ છે. કવિ મહા મહોપાધ્યાયજી યશોવિજયજીએ પણ ગાયું છે કે
તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; વાચક યશ કહે માહરે, તું જીવજીવન આધારો રે. ગિરૂઆ રે..
ભયાનક મોટો ભૂયંગમ એટલે સર્ષ કે અજગર જે વાયુભક્ષી છે એ મારી પતિવિહોણી વિરહા દશામાં અસુરક્ષિત જાણીને મારા પ્રાણ રૂપી પવનનું પાન કરી રહ્યો હોય અર્થાત્ ભયંકર કોટિનો કાળોતરો સર્પ જાણે મારા પ્રાણનો નાશ કરવા મારી સામે ધસમસતો આવી રહ્યો છે એવું દશ્ય સ્વપ્નમાં જોઈ છળી મરું છું !
આત્મા જ્યારે વિશુદ્ધિના માર્ગે આગળ વધે છે ત્યારે અંદરમાં ઘરબાયેલા પડેલા જુગ જુગ જુના સંસ્કારોનું નિમૂર્ધન થાય તે માટે તે વિસ્ફોટિત થાય છે અને સાધક આત્માને ભય પમાડે છે. એ આવે છે તે આત્મપ્રદેશેથી ચાલ્યા જવા માટે જ આવે છે. એ સાધનાની જ એક ધ્રુજાવી નાખનારી પ્રક્રિયા છે. આવા દશ્યો કાચાપોચા સાધકને તો ડરાવી મારી સાધનાના માર્ગેથી પાછા વાળી દેનારા હોય છે. આવા ભયંકર માનસિક ઉપસર્ગોની વચ્ચે પણ જે ટકી રહે છે તે નીડર નિશ્ચલ સાધક જ સાધનાના માર્ગે આગળ વધી શકે છે. આગળ વધવામાં અવરોધરૂપ, બાધાજનક આવી પ્રતિકૂળ કે અનુકૂળ કસોટીઓ, માયા-મમતા-મોહ પૂર્વ સંસ્કારને અનુસરીને અજાગૃતદશામાં કરે છે
યોગીરાજનું કહેવાનું તાત્પર્ય એ છે કે મંઝીલ સુધી પહોંચવાનો સાધનાનો માર્ગ સરળ નથી પણ અત્યંત વિકટ છે. એ માર્ગે અનુભવી જ્ઞાની સરુનું માર્ગદર્શન મળતું રહે તો જ સાધક આગળ વધતો રહે છે અને મંઝીલ સુધી હોંચી શકે છે. બાકી તો ભલભલાના હાંજા ગગડી જાય એમ છે. આ સ્થિતિ છે કે જ્યારે પ્રાણ શોષાતા, ચેતના જાણે હણાઈ જતી હોય અને શુદ્ધબુદ્ધ ચાલી ગઈ હોય એવી દશા થતી હોય છે. હરાય જતાં આ દશ પ્રાણનું ગુરૂનિશ્રામાં
માનવભવને પામીને દિવ્ય વિચારસરણીથી દિવ્યજીવન જીવવાનું છે.