________________
આનંદઘન પદ - ૪૧
૨૯૫
-
-
દશ પ્રકારના યતિધર્મના પાલનથી જ રક્ષણ થઈ શકતું હોય છે.
શીતલ પંખા કુમકુમા, ચંદન કહા લાવે હો ? અનલ ન વિરહાનલ પેરે, તનતાપ બઢાવે હો. પિયા...૪.
ગુલાબજલ આદિ શીતલ પદાર્થો, પંખા, કુમકુમાં એટલે કે કપૂર, બરાસ, ચંદન આદિ શાતાજનક પદાર્થો સખી તું શા માટે લાવે છે ? આ કાંઈ દેહનો દાહ (અનલ) - બળતરા નથી. આ તો અંતરનો દાહ - વિરહાનલ પસર્યો (પેરે) - વ્યાપ્યો છે. તારા લાવેલ બાહ્ય શીતોપચાર એ આંતરદાહને ઠારવાનું નહિ પણ ભડકાવવાનું (તનતાપબઢાવે) કામ કરશે.
પદના આ ચોથા ચરણમાં શબ્દાર્થમાંથી લક્ષ્યાર્થ તારવીએ. આત્મયોગી સાધક આત્મા મુનિ બનીને અસંગ – એકાન્ત - મનની સાધના માટે નિર્જના વનવગડામાં, સ્મશાનભૂમિમાં, ખંડિયેર અવાવરુ સ્થાનોમાં, ગુફાઓમાં, પર્વતના શિખર ઉપર કે ગિરિકંદરામાં, કોતરોમાં, ખીણોમાં આશ્રય લે છે. આ પ્રકારની સાધના દ્વારા ભયસંજ્ઞા ઉપર વિજય મેળવી નિર્ભય બની સાધનામાર્ગે આગળ વધે છે. આવા સમયે વાયુના વીંઝણા, શીતળ સુગંધી ચંદન, બરાસ, કપૂર આદિના ગુલાબજલ મિશ્રિત વિલેપનાદિ સમતાની સાધનાને ખોરંભે ચડાવી મમતાની પુષ્ટિ કરી, સંયમથી પતિત કરનાર અનુકૂળ ઉપસર્ગરૂપ નિવડે છે.
સાધકે સાબદા બની આવા અનુકૂળ, ઉપસર્ગોથી દૂર રહેવા જેવું છે અને આવી • પડે તો જાગૃત રહી અલિપ્ત રહેવા જેવું છે.
જેમ સમુદ્રના પાણીના પેટાળમાં પ્રજવલતો અનલ - વડવાનલ પાણીનું શોષણ કરે છે, એની ખબર શુદ્ધા પડતી નથી, તેમ અજ્ઞાની જીવોના ભાવપ્રાણોનું શોષણ - હનન પળે પળે મમતા કે રાગ કરી રહેલ છે તેની ભણક પણ આવતી નથી. જીવ શીતલ પદાર્થો આદિથી શાતા - અનુકૂળતા માટે તરસ્યો બન્યો દોટ લગાવે છે પણ એને ખબર પણ પડતી નથી કે આનાથી તો હું મારા મોહ-માયા-મમતા-રાગને જ પુષ્ટ કરું છું. શરીરને - કાયાને બહારથી ટાઢક હોંચતી જણાય છે પણ અંતરદાહ - રાગ તો વધતો જ જાય છે. અર્થાત્ તનતાપ શમતો નથી પણ વધતો જ જાય છે. મતલબ કે ભવભ્રમણ ચાલુ
ધર્મ કરવો એટલે ચોવિસે કલાક ભેદધ્યાનમાં રહેવું.