________________
૩૦૪
આનંદઘન પદ
દેહ વિનાસી હું અવિનાસી, અપની ગતિ પકરેંગે; નાસી જાસી હમ થિર વાસી, ચોખે હૈ નિખરેંગે...અ...૩.
૪૨
દેહ તો વિનાસી એટલે નાશ પામનાર નશ્વર છે. સંઘાત અને વિઘાત, વિણસવું, ઉત્પન્ન થવું અને ફરી વિણસવું એવો ઉત્પાદ અને વ્યય, જન્મ અને મરણ એ પુદ્ગલ પરમાણું - પંચ મહાભૂતોના બનેલા દેહનો ધર્મ છે. દેહ, એ તો અશુચિમય પુદ્ગલ પરમાણુઓથી બનેલ હાડપિંજરનું માળખું છે, જેમાં રસ, રૂધિર, માંસ, મળ મેદ, મજ્જા, અસ્થિ અને વીર્યનો કચરો ભરી, ચામડેથી મઢી લેવામાં આવેલ છે. ઢાંકી દીધેલી ગટર છે. શુદ્ધાત્માના સામીપ્સથી આ પ્રાપ્ત દેહ-ખોળિયાનું સડન-પડન-વિધ્વંસન નિયંત્રિત રહે છે પરંતુ જેવો અપવિત્ર દેહ પવિત્ર શુદ્ધાત્માનું સામીપ્ટ ગુમાવી બેસે છે કે એ ગંધાવા, સડવા, કોહવા લાગે છે અને તેથીજ એનો શીઘ્રાતિશીઘ્ર નિકાલ કરવો પડતો હોય છે. આવો સડવા, પડવા, ગંધાવા, કોહાવા, બળવા, ભીંજાવાનો જે ગુણ પુદ્ગલમાં છે તેમાંનો એકે ગુણ - એકેય સ્વભાવ મારામાં આત્મામાં નથી. આત્મા ન તો ધરતીમાં દટાય છે, ન તો પાણીમાં ભીંજાય કે ડુબી જાય છે, ન તો અગ્નિથી દઝાય છે કે બળે છે, ન તો વાયુથી શોષાય જાય છે કે તણખલા પરે ઉડાડી શકાય છે અને ન તો એને ખંડિત કરી, છેદી ભેદી કણ કણ સ્વરૂપી કરી આકાશમાં વિખેરી - વિસર્જીત કરી શકાય છે.
ગીતા પણ કહે છે....
नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकः ।
न चैन क्लेदयंत्यापो न शोषयति मारुतः ॥
'
આમ પુદ્ગલનો બનેલો દેહ સ્વયં જે મેં પોતેજ આકાર્યો છે અને ધાર્યો છે તે જો વિનાશી છે તો એ દેહના સંબંધમાં આવનારા સર્વ અન્ય સ્વજનાદિ પણ વિનાશી છે અને ગ્રહિત કરેલી સર્વ પૌદ્ગલિક સામગ્રી વિનાશી છે કારણ કે પુદ્ગલ જ સ્વભાવે પુરણ અને ગલન સ્વભાવી હોવાથી એમાં સતત સંઘાત-વિઘાતની એટલે કે ચયાપચયની ક્રિયા થયાં જ કરે છે તેથી તે પરિવર્તનને પામતું પલટાયા કરે છે એટલે કે કાલગ્રસ્ત થયાં કરે છે અને પરિભ્રમણ એટલે
સમજવાળો એટલે દેખતો. દેખતો એટલે જાગતો. જાણતો એટલે કર્મ કાપતો.