________________
૩૦૨
આનંદઘન પદ
-
-
૪૨
મારા આત્મામાંથી નાશ પામી ગયેલ છે. અર્થાત્ એનો (ઈનકો) નાશ કરશું (કરેંગે). કહેવાનું તાત્પર્ય એ છે કે મિથ્યાત્વ મોહનીયના દર્શનમોહનીય વિભાગનો તો નાશ કર્યો છે પણ એના ચારિત્રમોહનીય વિભાગનો પણ નાશ કરીશું. ચોથી દર્શનમોહનીયક્ષયની ભૂમિકા વટાવીને, ચોથેથી પાંચમી અને છઠ્ઠી ભૂમિકાને પણ ઓળંગી જઈને આ સાતમી ભૂમિકા તે અપ્રમત્ત ગુણસ્થાનકે હોંચ્યો છું. હવે તો શુદ્ધાત્મા જ અનુભવાય છે. ‘દેહ તે હું અને હું તે દેહ’ એવી દેહાત્મ બુદ્ધિ, જે અનાદિકાળની મિથ્યા માન્યતા હતી તે, ધરમૂળથી બદલાઈ ગઈ છે. સવિકલ્પાવસ્થા મંદ થતી જાય છે અને થોડા થોડા સમયના આંતરે નિર્વિકલ્પાવસ્થા જે અનુભવાય છે તે પણ ઉત્તરોત્તર તીવ્ર બનતી - ઘટ્ટ થતી જાય છે. એટલે હવે એમ લાગે છે કે દેહ ધારણનું કોઈ કારણ કે કોઈ હેતુ રહ્યો નથી, છતાં હજી સાધનાના સર્વોત્તમ શિખરે પહોંચી સાધ્યથી અભેદ થવાયું નથી, માટે બહુ બહુ તો બે ત્રણ દેહ ધારણ કરી અદેહી, અરૂપી, અજરામર અવિનાશી, અક્ષય, અક્ષર, અમર થઈ જવાશે. વળી જે જનમ મરણ થાય છે તે તો આ દેહના થાય છે. બાકી મારો આત્મા તો અનાદિ અનંત, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ, નિષ્પન્ન જ છે. મારું આત્મસ્વરૂપ મને સમજાઈ જતાં, જે આત્માનુશાસન સ્વરૂપશાસનથી હું આત્મસંયમી બન્યો છું, તેથી જે આત્મવિશ્વાસ જાગ્યો છે, તે તો દેહમોહ - દેહભાવ નાશ પામ્યો હોઈ પોતાને અમર જ માને છે અને આ દેહના ઉત્પાદ (જનમ) અને વિનાશ (મરણ)ને જોનારો જાણનારો જ માને છે. મહાકારણ શરીર એવાં મોહ અને અજ્ઞાનનો નાશ કર્યો છે. હવે કારણ શરીર એવાં રાગ અને દોષ કે દ્વેષનો નાશ કરીશું. અર્થાત્ મિથ્યાત્વનો નાશ કર્યો છે તો હવે કષાય અને અવિરતિનો નાશ કરીશું જેથી સૂક્ષ્મ શરીર એવાં તેજસ અને કાર્યણનો નાશ થાય અને સ્થૂલ શરીર એવાં દેહનું એટલે કે યોગનું વિસર્જન થાય, જેથી અજન્મા અમરપદને પમાય. એ માટે મોહને રમવાના રમકડાં એવાં પરિગ્રહનો ત્યાગ કર્યો છે, તો હવે દેહમોહ - દેહભાવના ત્યાગથી દેહભાન ભૂલી દેહમાં રહેતે છતે દેહાતીત બની, વિદેહી એવાં જીવનમુકત થઈને અંતે દેહમુકત એવાં અદેહી બનીશું. એટલે કે સાતમા ગુણઠાણેથી ક્ષપકશ્રેણિના મંડાણ કરી તેરમાં સયોગી કેવલી ગુણઠાણે સહજ યોગી-વિદેહી વર્તી, ચોદમાં અયોગી કેવલી ગુણઠાણે
પદાર્થના દૃષ્ટા બનવાનું છે, તેમ વિકલ્પોના પણ દષ્ટા બનવાનું છે.
.