________________
આનંદઘન પદ - ૪૨
૩૦૩
દેહાતીત - યોગાતીત થઈ લોકાગ્ર શિખરે અદેહીપણે સિદ્ધપદે સાદિ અનંત સુખમાં બિરાજમાન થઈશું.
અઢાર પાપસ્થાનકોના મોહનીય પાપભાવો મતિજ્ઞાનના ઉપયોગમાં વર્તવા, તે આત્માનો ત્રચ્ચયિક કાલ છે. આ વૈચ્ચરિક કાલ ઊભો રહેવાથી જ જીવને આ સંસારમાં દેહ ધારણ કરવા સાથે જન્મ-મરણરૂપ વ્યવહાર કાળા તે કરવીક આયુષ્યકાલ લાગુ પડતો આવ્યો છે. જ્યાં જન્મ-મરણ એટલે કે ઉત્પાદ-વ્યય છે ત્યાં કાળ છે. નિત્યાનિત્યતા-પરિવર્તનાનો સંબંધ કાળ સાથે છે જયારે પરિભ્રમણ કે સ્થિરતા અસ્થિરતાનો સંબંધ ક્ષેત્રની સાથે છે. આત્મા અનાત્મભાવમાં આવવાથી દેશ (તેત્ર) અને કાળથી ગ્રસ્ત એટલે કે દેશકાળપરિનિ થયો છે. હવે આત્મા આત્મભાવમાં આવે તો દેશ અને કાળથી પર થઈ દ્રવ્યભાવાત્મક બની રહે. આયુષ્યકાળ પૂરો થતાંજ કાળ આવીને આ કંકાલ (ધારણ કરેલા દેહ) નો કોળિયો કરી જાય છે. કવિરાજ આનંદઘનજી મહારાજા એક સમ્રાટની અદામાં ખુમારી સાથે કહે છે કે હે મૃત્યુના દૂત સમાન કાલ ! તું મુજ પ્રાણીના પ્રાણને અનાદિના અનંત કાલથી હરતો આવ્યો છે, તેથી અનંતકાલમાં અનંતીવાર કર્યો છે કારણ કે ત્યારે હું અજ્ઞાની - અણસમજ હોવાથી મોહાદિભાવનો ગુલામ હતો. પરંતુ હવે તો મારો આત્મા બહિરાત્મા મટી અંતરાત્મા બન્યો છે અને એનું પરમાત્મા તરફ ઉર્ધ્વગમન - ઉદ્વહન થઈ રહ્યું છે. મોક્ષ થતાં જીવનમુકત થવાથી મૃત્યુંજય બનાશે અને પછી સિદ્ધપદે બિરાજતા કાલાતીત થઈ અડાલ બનાવશે. આમ અમને હરનારા કાળને અમે હરીશું અને કાળવિજેતા થઈ. નિર્વાણ પામી નિ:વાન - અશરીરી થઈ મરણનું જ મરણ કરીશું
જિંદગી એક રન બસેરા છે. નદી નાવ સંયોગ છે. નદી પાર કરવા નાવમાં બેઠા, પરસ્પર વાર્તા થઈ, સમાચાર પૂછયા. જોત જોતામાં નાવ કિનારે આવી ગઈ. બધા પોતપોતાના રસ્તે પડ્યા. નાવમાં બેસવું એ જન્મ છે. નાવમાંથી ઉતરવું એ મૃત્યુ છે. મોત અને મોલમાં ફેર એટલો જ છે કે વારંવાર આવે તે મોત અને જે એક જ વાર આવે તે મોક્ષ.
સાધનામાં કાયા પ્રત્યે કઠોરતા છે, ઉપાસનામાં મનનું તર્પણ છે.