________________
આનંદઘન પદ
મૃત અને અમૃત, મરવાપણા અને અમરપણા અર્થાત્ અનિત્ય અને નિત્ય એ બે દશાની અને એ બે વચ્ચેના ભેદની સમજ ન હોવાના કારણે અનિત્યને નિત્ય માનવાની અવળાઈ - ઊંઘાઈ કરી બેસવાથી અણસમજમાં (બીન સમજ્યો) મારા આત્માએ અનાદિના અનંતકાળમાં અનંતીવાર દેહ ધારણ કરવાનું એટલે કે જન્મવાનું અને દેહ છોડવાનું એટલે કે મરણનું દુ:ખ વેઠ્યું છે.
૩૦૬
અબ - હવે એ જનમનું સુખ, મરણનું દુ:ખ અને જનમ-મરણ દરમ્યાનના જીવનકાળના જે કાંઈ સુખ દુ:ખ એટલે કે શાતા અશાતાના કર્મજનિત - પરકૃત વેદન હતાં તે બધાંયને વિસારે પાડી દઈશું (વિસરેગે) અર્થાત્ હવે સમજીને સ્વમાં સમાઈ જઈને શાતા-અશાતા કે સુખ-દુ:ખના દ્વંદ્વોથી પર થઈ જઈશું. મહામહોપાધ્યાયજી પણ કહે છે......
ભકત વત્સલ પ્રભુ કરુણાસાગર ચરણ શરણ સુખદાઈ; જશ કહે ધ્યાન પ્રભુકા ધ્યાવત અજર અમર પદ પાઈ, દ્વંદ્વ સકળ મિટવાઈ સખીરી આજ આનંકી ઘડી આઈ.
-
૪૨
આનન્દનો ઘન - સુખકંદ બનાવનારા નિકટ - સમીપ રહેલાં બે અક્ષરો
શબ્દો છે જે મૃત્યુ અને કાલ છે. એ બે નજીકના બલ્કે પર્યાયવાચી શબ્દોનું
સ્મરણ રાખીને જે સમાધિમરણ કે નિર્વાણને લક્ષમાં રાખીને જીવન એવું જીવશે કે મૃત્યુ એનો કાળ બનીને આવશે ત્યારે જાણે અમરત્વને ભેટવાનું હોય એમ બે હાથ પહોળા કરીને કાળ બનીને આવેલા મોતને આવકારવા આત્મ શુદ્ધિ - આત્મજાગૃતિ પૂર્વક સુસજ્જ હશે. જેને આ મૃત્યુ અને કાલ શબ્દોનું સમરણ નહિ હશે એવાં જ જીવો બેફામ જીવશે અને બેભાન હાયવોય કરતાં મરશે.
કહેવાનું તાત્પર્ય એ છે કે જીવ જો આયુષ્યકાળનો વિચાર રાખીને મારે મરણને શરણ થવાનું છે અને આયુષ્યકાળ પૂરો થતાં કાળનો કોળિયો થવાનું છે એ સતત સ્મરણમાં રાખીને જીવે છે તો એવું જીવન જીવશે કે જેમાં ઝાઝા રાગ-દ્વેષ-મોહ-મમતા નહિ હોય. એની મનોદશા ફાંસીની સજા પામેલા કેદી કે બકરી ઈદને દિવસે બલિ અપાનારા કપાનારા બકરા જેવી હશે. આવી મનોદશાથી ભવનિર્વેદ જાગતા ભવનિસ્તાર માટે જીવ તત્પર બને છે.
મૃત્યુ
દોષ મુક્ત થયા વિના દૈવત પ્રગટે હિ.
-