________________
આનંદઘન પદ - ૪૨
૩૦૫
કે ક્ષેત્રાંતર કરતું રહેવાથી અસ્થિર રહે છે.
આત્માની સ્વાભાવિક ગતિ ઉર્ધ્વગતિ છે. આત્મા જેમ જેમ લઘુકર્મી થઈ હળવો થાય છે તેમ તે ઉપરની ગતિ - દેવ મનુષ્યગતિને પામે છે અને જેમાં જેમ ભારેકર્મી થઈ ભારે બની નીચે તરફની ગતિ કરે છે એટલે કે તિર્યંચ, નરક ગતિને પામે છે. પરંતુ જો સર્વથા કર્મરહિત થઈ, મુકત થઈ, અપની - પોતાની સ્વાભાવિક (સહજ) ઉર્ધ્વગતિ પકડે છે તો ધર્માસ્તિકાયના છેડે લોકાગ્ર શિખરે સ્થિત થાય છે. યોગીરાજજી કહે છે કે દેહની વિનાશીતાને અને મારા આત્માની અવિનાશીતાને સમજેલો, મિથ્યાત્વનો ત્યાગ કરી, રાગદોસનો નાશ કરી, કાલ ઉપર વિજય મેળવી આત્માનું ઉદ્ઘકરણ - ઉર્ધ્વગતિ પકડીશ.
નિશ્ચિત આયુષ્યકાળનો કાયા સાથે જ્યાં લગીનો સંબંધ બંધાયો છે ત્યાં સુધી તેટલો આયુષ્યકાલનો સમય એ કાયાની કેદમાં ગાળવો પડશે. એ સમય પૂરો થતાં કાયા નાસી જાસી એટલે કે કાયાનો નાશ થઈ જાશે. કાયા અનિત્ય - વિનાશી હોવાથી કાલધર્મ પામી (કાળગ્રસ્ત થઈ જશે અને અસ્થિર હોવાથી એ કાયાના પુદ્ગલો સ્થાનાંતર - ક્ષેત્રાંતર કરી જશે.
જયારે હમ - હું સ્વભાવ (સ્વરૂપ)થી અકાલ, કાલાતીત, સ્થિર એવો હું મારા સ્વધામ (મુકિતધામ) માં સ્થિરવાસ (થિરવાસી) કરવા મારી પોતાની ઉર્ધ્વગતિ પકડીશ અને મારું ઉદ્ઘકરણ - શુદ્ધિકરણ કરતો સર્વ કર્મમળ - મોહમળને દૂર કરી, સર્વ વિક્ષેપો - વિઘ્નો - અંતરાયોને ઉલ્લંઘી જઈ, સર્વ આવરણોનો ભંગ કરીને સંપૂર્ણ ચોખ્ખો, પરિપૂર્ણ શુદ્ધ, નિર્મળ નિરાવરણ, પવિત્ર થઈને વિકશીસ - ઉભરીશ - નિખરીશ (નિખરેંગે). યોગીરાજ છાતી ઠોકીને જાણે કહેતાં હોય, એવો આત્મવિશ્વાસ - આત્મખુમારી, પદના આ ત્રીજા ચરણમાં ઝળકે છે અને છલકે છે. સાધનાથી પ્રગટેલી શુદ્ધિની ખુમારીમાં કમ ખુવાર થઈ જાય છે. કમ બિચારા, બાપડા, રાંકડા, લાચાર બની એક ગુનેગારની જેમ અનંતકાળથી પચાવી પાડેલ જગ્યા છોડી દે છે.
મર્યો અનંત બાર બિન સમજયો, અબ સુખ દુઃખ વિસરે; આનન્દઘન નિપટ નિકટ અક્ષર દો, નહીં સમરે સો મરેંગે... અ૪.
પર્યાયમાંથી દષ્ટિનું ઉત્થાપન કરી દ્રવ્યમાં દષ્ટિનું સ્થાપન કરવાનું છે.