________________
આનંદઘન પદ ૪૧
-
૨૯૧
આર્તધ્યાનમાં ચઢાવી મુંઝવી માર્યા હતાં. પરંતુ રાજુલજીની જાગૃતિ અકબંધ હતી તો આર્તધ્યાનમાંથી પાછા વળી ધર્મધ્યાનમાં ચઢી શુકલધ્યાનના શિખરે હોંચી પ્રબળ પુરુષાર્થ કરી પરમપદ - મોક્ષને પામ્યા. યોગીરાજજી આનંદઘનજીની ચેતના સમતા સતી રાજુલના જેવી ઉચ્ચકક્ષાની કદાચ ન હોય એ સંભવે પણ એમનો પુરુષાર્થ તો પ્રબળ હતો, જે આ પદમાં અભિવ્યકત થાય છે. પિયા બીનુ શુદ્ધ બુદ્ધ ભૂલી હો,
આંખ લગાઈ દુ:ખદ મહેલ કે ઝરુખે ઝૂલી હો... પિયા...૧.
પોતાના પ્રિય પ્રાણનાથ એવાં શુદ્ધ ચેતનથી વિખૂટી પડી ગયેલી પિયા શુદ્ધચેતન વિના (બીનુ) એ ચેતના એના તનની સ્ફૂર્તિ અને મનની સ્થિરતા-સ્વસ્થતા ખોઈ બેઠી છે. (ભૂલી હો..) અર્થાત્ ચેતનના વિરહમાં ચેતના એના શાનભાન - જાગૃતિ ખોઈ બેઠી છે.
આવી દુ:ખદ હાલતમાં પણ હું મારા પિયુના આગમનની રાહ જોતી મીટ માંડીને બેઠી હતી ત્યાં જરા આંખ લાગી ગઈ અને એક ઝોકું આવી ગયું (નીંદરમાં સરી પડી) અને દુ:ખના મહેલમાં પણ ઝરુખે ઝૂલતી ‘હોઉં એમ સ્વપ્નમાં સરી પડી.
દિવસ દરમિયાન જેવું વિચારોનું વહેણ હોય તેને અનુરૂપ સ્વપ્નો રાત્રે નિદ્રા દરમિયાનની સ્વપ્નાવસ્થામાં દૃશ્યમાન થતાં હોય છે. સાધકને સતત સ્વરૂપરમણતાની જ લગની લાગી હોય છે અને તેથી એની જ ધૂન મન ઉપર સવાર થઈ હોય છે કે કયારે મુજ ચેતના (સમતા)ની પિયુ ચેતન સાથે અભેદતા સર્જાશે ? સ્વપ્નમાં સરી પડેલી ચેતનાને સ્વપ્નમાં પણ કેવી દુઃખદ સ્થિતિને અને કેવાં ઝુરણને અનુભવે છે એની વાત હવે પછીના ચરણમાં છે.
પદના આ પ્રથમ ચરણનું આધ્યાત્મિક અર્થઘટન એ છે કે.... હું ચેતના મારા શુદ્ધ ચેતન શુદ્ધાત્મા શુદ્ધ ઉપયોગથી વિખૂટી પડી જઈ આ જડ મન, વચન, કાયાની સાથે ભળવાથી મિશ્રરૂપ બનવાના કારણે હું મારા શુદ્ધ બુદ્ધપણાને વિસરી (ભૂલી) ગઈ કે જે વાસ્તવિક મારું ચેતનાનું મારાપણું હતું. આજે જડજોગે પણ જે ચેતના છે તે પણ એ શુદ્ધ ચેતનની જ જડજોગે અશુદ્ધ
અંદરનું તત્ત્વ ટીમ્બર પકડાઈ જાય તો બહારનું તત્ત્વ માટી જણાઈ જાય.
-