________________
૨૭૨
આનંદઘન પદ
-
૩.
જ્ઞાનીઓએ લોકોના દોષો પ્રત્યે પણ નજર કરવી તેને અસમતા ગણાવી,
તું ચેતના તને જ જો તારા ચેતનને ત્રિકાલ શુદ્ધ સ્થિર (ધ્રુવ) પરમપારિણામિક ભાવને જ જો ! આ વાત ઈલાયચીકુમારના કથાનકથી સારી રીતે સમજી શકાય એમ છે.
માત તાત અ સજ્જન જાતિ, વાત કરત હૈ મોરી હો; ચાખે રસ ક્યું કરી છૂટે, સુરિજન સુરિજન ટોરી હો. મ....૩.
નટડીના રાગમાં પાગલ બનેલા અને તેને મેળવવા દોરડા પર નાચતા ઈલાયચીકુમારને જ્યારે ખબર પડી કે રાજા જેવો રાજા હોવા છતાં તે નટડીના રાગમાં મોહિત થયેલો છે અને તેથી તે મારા ઘાતને ઈચ્છી રહ્યો છે. મારી સાથે ભયંકર દગો રમી રહ્યો છે. આ વાતની ખાત્રી થતાં ઈલાયચીને આખા સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગ્યો કે ધિક્કાર છે આ સંસારને ! જેમાં બધાં જ પદાર્થો આવા વ્યભિચારી છે અને તેથી જ દોરડા પર ચઢીને નાચતા જ્યારે મુનિના દર્શન થાય છે કે જે મુનિને પદ્મિની સ્ત્રી મોદકનો થાળ લઈને વ્હોરાવવા સામે ઊભી છે અને લ્યો ! લ્યો ! કહી આગ્રહપૂર્વક વ્હોરાવવા તત્પર થયેલ છે; પરંતુ મુનિ તો એ સ્ત્રીની સામુ પણ જોતા નથી, ત્યારે પોતાની જાત ઉપર જ પારાવાર તિરસ્કાર છૂટ્યો. પરિણામે ઉપયોગની તીવ્રતા થતાં ઉપયોગ અંદર વળી ગયો. ક્ષપકશ્રેણિ મંડાઈ ગઈ અને કેવળજ્ઞાન થઈ ગયું. આપણને પણ જો આ સંસારના પદાર્થોની દગાખોરી સમજાઈ જાય તો આપણું પણ કામ થઈ જાય તેમ છે.
માત-તાત અને (અરૂ) સજ્જન વર્ગના સમજુ લોકોની વચ્ચે પણ જ્યાં જુઓ ત્યાં વાતનો વિષય - ચર્ચાનો મુદ્દો તો મારા જેવી પતિથી તરછોડાયેલી નારી જ બનતી હોય છે અને નારીને જ દોષિત જોવાતી કે ઠરાવાતી હોય છે. પતિપુરુષ વર્ગ પછી ભલેને ગમે તવો દારુ, માંસ, ચોરી, જુગાર, શિકાર, પરદારાગમન આદિ સાતે વ્યસનમાં ચકચૂર લંપટ કેમ ન હોય ? સ્ત્રી જેટલી વગોવાય છે તેટલો પુરુષ લોક જીભે ચડતો નથી કે વગોવાતો નથી.
સમતાભ્રષ્ટ થયેલા ચેતનના આંતરમનની મથામણ (ઉહાપોહ) ને,
જે ભીતરથી જાગ્યો તેને જગતમાં બાંધનાર કોણ છે ?