________________
૨૮૬
આનંદઘન પદ - ૪૦
જેના પ્રતાપે આજ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં ઉત્સર્પિણી કાળના પહેલાં તીર્થકર પદ્મનાભસ્વામી થઈને લાખો જીવોના તારણહાર બનવાનું સૌભાગ્ય પામશે.
ચાર ચાર ઘોર હત્યાઓ કરી નરકના અતિથિ બની ચૂકેલા દઢપ્રહારીને પણ ભવિતવ્યતા સાનુકૂળ થતાં પોતાની જાત પ્રત્યે ધૃણા છુટી અને જંગલમાં જઈ મહાત્માનો ભેટો થતાં ચારિત્ર લીધા પછી આ નગદ નાણાનો રોકડાનો વ્યાપાર કરતાં આવડ્યો તો, તે જ નગરના દરવાજા આગળ ચારે આહારનો ત્યાગ કરી, ધ્યાનસ્થ દશામાં આત્મામાં સરી પડ્યા તો માત્ર છ મહિનાને અંતે તો કેવળજ્ઞાન લઈને બતાવ્યું. જગતના જીવોને એવો રાહ એમણે ચિંધી બતાવ્યો. કે હે ભવ્યાત્મન ! જો તું તારામાં જાગી જાય તો તારે અને મોક્ષને છેટું નથી.'
તે જ રીતે મહા નાસ્તિક અને સાધુ સંન્યાસી પ્રત્યે દ્વેષ ઓકતા પ્રદેશી રાજાને કેશી ગણધરનો યોગ થતાં રોકડાનો વ્યાપાર કરતાં આવડ્યું તો તેની પત્ની છઠ્ઠના પારણે ઝેર આપી ગળે અંગૂઠો દબાવી મારી નાંખ્યો તો પણ સમાધિમાં રહી વૈમાનિક દેવ થયો અને ત્યાંથી ચ્યવી મનુષ્યના ભવમાં આવી મોક્ષે જશે. .
આ મનુષ્યભવનું ટાણું એ નગદ નાણા રૂપ રોકડાનો વ્યાપાર કરવા માટે છે. એ જેને આવડી જાય તેની બલિહારી કોઈ ઓર જ છે. દેવો અને ઈન્દ્રો પણ તેના ઓવારણા - ભામણા લે છે. એ માટે પણ આપણા પૂર્વજોએ લાંબા લાંબા ઉપદેશના સાગર-સિંધુને બિંદુરૂપ બનાવી કહેવત આપી છે કે... “ગરથ ગાંછે અને વિદ્યા પાડે.”
અર્થાત્ આપણું નાણું આપણી ગાંઠ એટલે કે આપણા ધોતિયાની આંટીમાં કે પાટલૂનના વોચપોકેટમાં જ હોવું જોઈએ જેથી રાતવરત ક્યાંક અકસ્માતમાં, ટ્રાફિક જામમાં, પૂરસંકટ આદિમાં ફસાય ગયા હોઈએ તો દેશપરદેશમાં એ તત્કાલ કામમાં આવે અને કોઈ પાસે હાથ લંબાવવાનો કે કોઈની લાચારી કરવાનો વખત નહિ આવે. અંગ ઉપર આ દાગીના ધારણ કરવાનો જે ભારતીય રિવાજ છે, તેના મૂળમાં આ કહેવત છે. આપણા ઋષિમુનિઓ, પૂર્વજોએ જે પ્રણાલિકા પાડી છે અને કહેવતો રચી છે, તે સઘળું, આપણા સહુના હિતને
સમાધિની પરબ માંડી સમાધિપાન કરાવવા જેવું ઉત્તમ ધર્મકાર્ય કોઈ નથી.