________________
૨૮૮
આનંદઘન પદ - ૪૦
હોય પણ પાતાળ ઝરણામાંથી ફૂટતી સરવાણી હોય, જે કુવાને છલોછલ ભરેલો જ રાખતી હોય અને એ કૂવાના પાણીને વહી જવાનો કે ખાલી થઈ જવાની કોઈ સંભાવના જ નહિ. મુંબઈગરાને સેંકડો વર્ષોથી પાણી આપતો પારસીકૂવો આજે ય ચર્ચગેટ ઉપર મોજુદ છે જેની પારસીઓ દ્વારા પૂજા થાય છે.
કહેવાનું તાત્પર્ય - લક્ષ્યાર્થ એ છે કે કંત - શુદ્ધાત્મા - શુદ્ધ ચેતનનું જે શાન છે, તે વિચારોના વમળમાં ઘુમાવે નહિ અને વિકલ્પોમાં વહી નહિ જાય, એવું નિર્વિકલ્પ વીતરાગ કેવળજ્ઞાન છે, જે સર્વનું જ્ઞાન હોઈ સર્વજ્ઞાતા છે. એ પરિપૂર્ણ એવું પૂર્ણ જ્ઞાન છે. એમાં વિચારવાપણું, પૂછવાપણું કે ચોપડા ઉથલાવવાપણું નથી. એ સ્વયંની વહેતી સરવાણીરૂપ સહજવાણી - સહજજ્ઞાન છે. એની સામે મતિજ્ઞાન નવપૂર્વ કે ચૌદપૂર્વ સુધી પણ વિકસિત થયેલું હોય કે આજના કાળમાં ૪૫ આગમનું જ્ઞાન હોય તો પણ તે ખાબોચિયા - હવાડા જેવું અનતમાં ભાગનું જ્ઞાન છે.
શુદ્ધાત્મસ્વરૂપ મારા કંત-ચેતનસ્વામીથી વિખૂટી પડી ગયેલી મારી ચેતનાની મત મારી ગઈ છે તેથી જ હું મારી જાતને અધુરી, અપૂર્ણ, દોષિત જોવાને બદલે અન્યને દોષિત જોઈને અવરને - બીજાને ટોક્યા (વઢ્યા - ટપાર્યા કરું છું. એ તો મારી જાતને છેતરવાનું - આત્મવંચનાનું ઘોર પાપ છે. માટે હું ચેતના મારા આનન્દઘન એવાં સ્વામી ચેતનને ધોક એટલે પોકાર પાડી પાડીને (૬ - દઈ દઈને) કહું છું કે હવે તો આવો અને મને તમે પૂરો પૂરો તમારામાં સમાવી લઈને મુજ પામરને પણ પરમ બનાવી દ્યો !
પદનો બોધ એ છે કે ઉપયોગ વિનાની ગતાનુગતિકપણે યાંત્રિક રીતે કરાતી કોરી વ્યવહારક્રિયા એ શુભક્રિયા છે તેથી તે પુણયની વાયદાની પરલોક સુધારનારી ક્રિયા છે, પરંતુ તે આલોક, પરલોક એમ ઉભય લોક સુધારી પરમલોક (પરમપદ - સિદ્ધપદ - સિદ્ધલોક) ને આપનારી, શુદ્ધ બનાવનારી પારમાર્થિક શુદ્ધ ક્રિયા એટલે કે તહેતુ કે અમૃતાનુષ્ઠાન નથી, ( “જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે;
લેયા શુદ્ધ અલંક - મોહ વને નવિ ભમતો રે.”
જ્યાં સુધી નજર દેહ ઉપર છે ત્યાં સુધી સંસાર છે.