________________
આનંદઘન પદ - ૪૦
૨૮૭
લક્ષમાં રાખીને જ કર્યું છે.
જેમ ગરથ એટલે કે નાણું ગાંઠ હોવું જોઈએ એમ વિદ્યા પાડે એટલે કે જ્ઞાન પુસ્તકમાં નહિ પણ આપણા મુખે હોવું જોઈએ અર્થાત્ તે કંઠસ્થ અને હૃદયસ્થ હોવું જોઈએ જેથી કરાતી બધી ક્રિયામાં એ જ્ઞાન હાજર રહી જ્ઞાનક્રિયા - સ્વરૂપક્રિયા કરાવે. કયાંય વિવેક ચૂકાય નહિ તેની તકેદારી રહે.
આ જ વાતને આત્માના સંબંધે આધ્યાત્મિક રીતે વિચારીએ તો આત્માનું જે આત્મઘન છે તે તેનું પોતાનું માલિકીનું પોતીકું છે અને વળી તે પોતાની પાસે જ છે. એ તો ઘરમાં જ દટાયેલું ગુપ્ત ધન નહિ પણ ગુપ્ત ખજાનો છે, જે ખર્ચે ખૂટે એમ નથી. આવશ્યકતા એ દટાયેલા ખજાનાનું ભાન થવાની છે અને ખુદમાંથી ખોદીને પ્રગટ કરવાની છે. એ તો આત્મવૈભવ - ખુદાઈ છે. એની કોઈ પાસે ઉઘરાણી કરવાની હોતી નથી કારણ કે એ તો પોતાનું પોતાની પાસે જ છે. ઉઘરાણી કરવાથી - માંગવાથી એવી ખુદાઈ - આત્મિક સંપત્તિ મળી જાય તેવી માન્યતા રાખવી એ પણ મુર્ખાઈ છે અને પ્રમાદ છે. હા ! જ્ઞાની સદ્ગુરૂ ભગવંતો એ ખજાનાની ઓળખ કરાવે અને એંધાણી આપે કે કયાં દટાયો છે. એ ખુદમાં દટાયેલી ખદની ખુદાઈ તો આપણે સ્વયં ખોવાનો પરષાર્થ કરીએ તો જ મળે (પ્રગટે) એમ છે અને ભોગવાય એમ છે.
કંત વિના મતિ મારી, અહવાડાની બોક;
ઘોક છું આનન્દઘન, અવરને ટોક. મીઠડો.૪. જેમ ઢોરને પાણી પીવાના હવાડા (અહવાડા)નું પાણી એ બહારથી લાવીને ભરેલું હોય છે અને પાછું હવાડાની બોક એટલે કે બાકા-ફાકા-સાંધાઓમાંથી - ખાળમાંથી ગળી (વહી) જનારું હોય છે, એમ જે જ્ઞાન જ્ઞાનમાં (આત્મામાં)થી સીધું પ્રત્યક્ષ ઉદ્ભવતું નથી અર્થાત્ જે સ્વયંસ્કુરિતા જ્ઞાન નથી, એવું કંત-નાથ ચેતન વિનાનું ચેતનાનું મતિજ્ઞાન એટલે કે બુદ્ધિ એ હવાડાના બહારથી લાવી ભરેલાં પાણી જેવી છે, જે પાછી વિચારોના વમળમાં, વિચારોના તરંગમાં, વિકલ્પોના વહેણમાં વહી જનાર ઝરી જનાર છે. કહેવત છે કે “કુવામાં હોય તો હવાડામાં આવે” કૂવામાં પાણીની ભરણી નહિ
જ્યાં પરમાત્મા છે ત્યાં તું તેને શોધ.