________________
૨૭૦
આનંદઘન પદ - ૩૮
શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડિયા અને ડૉ. જશુબાઈ મહાસતીજી નટનાગરનું અર્થઘટન સૂત્રધાર તરીકે કરીને પદના આ ચરણને જરા જુદી રીતે સમજાવે છે.
મારું મન, મારો ઉપયોગ શુદ્ધાત્મા સાથે જોડી દીધો હોવાથી બીજા બધાંયની સાથેના સંબંધો તૂટી ગયા છે - છૂટી ગયા છે કે જેમ ભકત કવયિત્રિ મીરાબાઈ ગાય છે.....
લાગી લગન મીરાં હુઈ મગન.... સૂત્રધાર - નટનાગરનું કામ ખેલ કરનાર નટ નટી કરતાં અઘરું છે. આખાય ખેલની સફળતાનો આધાર સૂત્રધાર ઉપર હોય છે. સૂત્રધાર જો ખેલંદાઓ પાસેથી સારું કામ લે તો પરિણામ સારું આવે.
ઉત્પાદ વ્યય ઘવ્ય યુક્ત સ’ એ સૂત્રને આત્મસાત કરી શુદ્ધ દર્શનજ્ઞાનોપયોગી રૂપી ચિદ્ (મનસા) સૂત્રધાર બની ઉત્પાદ અને વ્યયનો ખેલ સારો ખેલાય તે માટે એ પરિવર્તિત થયા કરનારા પર્યાયોની બાજી (ખેલ) નિહાળનારો બને તો ખેલ બરાબર ખેલાય અર્થાત્ આત્મસ્વરૂપનું પ્રગટીકરણ રૂપ ઉત્પાદન થાય (સ્વરૂપગુણે ખીલે) અને અનાત્મભાવ (પુદ્ગલભાવ) નો વ્યય થાય. પર્યાય શુદ્ધ થયા પછી પણ એ શુદ્ધાત્મા એ શુદ્ધપર્યાયના સદશા ગમનાગમનને પણ માત્ર જ્ઞાતાદષ્ટા રહી નિરખ્યા કરે.
લોક લાજસૂ નહીં કાજ, કુલ મયાદા છોરી હો, લોક બટાઉ હસો બિરાજો, અપનો કહત ન કરી હો..મ..૨.
સમતારૂપી ચેતના જણાવે છે કે મારા સ્વામી ચેતન નટનાગરની બાજી રએ, તેનાથી મારે તો શરમાવા જેવું થાય છે. પરંતુ મેં તો હવે લોકલાજ રાખવાનું કારજ (કાર્ય-કાજ) પણ છોડી દીધું છે. લોકો તો કહે કે જો આણે તો માતપિતા, પરિવાર, ઘરબાર છોડી દીધો અને એના ચેતન પતિ માટે બધામાંથી મન ઉઠાવી લીધું છતાં ચેતન પતિ હજી સુધી ચેતનાને પત્ની તરીકે સ્વીકારી એકાત્મભાવ તો કરતો નથી. આવી લોક કહેણીની હું પરવા કરતી નથી. ભલે એ મારો નથી
જ્ઞાનીને પ્રયોજન વીતરાગ સાથે છે પણ જગતના પદાર્થો સાથે નથી.