________________
આનંઘન પદ
-
૩૯
૨૭૭
હે નાથ ! તમે તો મારામાં પરમાત્મદર્શનની તૃષા-પ્યાસ જગાડી પણ જેમ ગ્રીષ્મકાળની ગરમી વટેમાર્ગુના ગળામાં દાહ આપે (જહ દઈ કો) અને પ્રાણને શોષે, તેમ પ્રભુદર્શનની તરસી બનેલી એ આંખલડી શોષાઈ રહી છે. આવી બળાતરામાં હે નાથ ! તમે મને નોધારી (નિરાધાર) છોડી દીધી છે - (દઈ કી સવારીરી). દરસનની તરસની દાહ તો છે જ અને ઉપરથી એ દાહને ભડકાવનારી મોહની સવારી એટલે કે મોહની આખીય માયા - મમતા - તૃષ્ણાની ફોજ લુની જેમ દઝાડી રહી છે.
મોહ દ્વારા છોડાયેલા (છૂટેલા - છટા) તાતા તીખા કટાક્ષભર્યા કડવા વેણ, ભૂતાવળો જેવું મોહની ફોજનું નિર્દય, નિર્લજ્જ, રાક્ષસી અટ્ટાહાસ્ય કાળજે જાણે કટારી ભોંકાતી હોય એવું લાગે (લાગત) છે.
મોહની ફોજ વર્ણવતા ઉપાધ્યાય યશોવિજયજી કહે છે.....
રાગ કેશરી છે વડ રાજા રે, વિષયભિલાષ તે મંત્રી તાજા રે; જેહના છોરુ ઈન્દ્રિય પંચો રે, તેહનું કીધો એ સફળ પ્રપંચો રે.
- મહામહોપાધ્યાયજી (રાગ પાપસ્થાનક સજ્ઝાઈ ગા. ૨) સાયક લાયક નાયક, પ્રાનકો પહારીરી
કાજર કા જનલાજ, બાજ ન કહું વારીરી. તર...૨.
સમતા - ચેતનાને સહાયક (સાયક) એવાં લાયક-અધિકારી ગુણી ગુરુજનો અને એ બધાંનાય અધિપતિ એવાં નાયક નાથ પ્રભુ પરમાત્મા અને એમણે ઉપદેશેલા (પ્રરૂપેલ) ધર્મ ઉપર પ્રાણપ્રહાર (પ્રાણકો પહારીરી) - પ્રાણઘાતક હુમલો કરતાં પણ જેમને લાજ શરમ આવતી નથી એવાં એ પૈસાને ખાતર ગમે એવાં નીચ હલકા કામો કરનારી કંજર જાતિના જેવી આ મોહની ફોજ છે. હું તો એમનાથી વાજ (બાજ) આવી ગઈ છું - ત્રાસી ગઈ છું. સમજાતું નથી કે કેમ કરી હું આ મોહની ફોજના હુમલાને વારું (વારી - અટકાવી) ને મારી ભગાડું ?
અર્થાત્ દેવ-ગુરુ-ધર્મની તત્ત્વત્રયી જે લાયક (યોગ્ય) આત્માને સહાયક
અજ્ઞાન એટલે જૂનું નીકળે તો ખરું પણ સાથે નવું ભરાતું પણ રહે.