________________
૨૮૨
આનંદઘન પદ - ૪૦
સ્વ-પર ઉભય પ્રકાશક હોવાથી પોતે પોતાને પણ જાણે છે અને અન્ય સર્વને પણ જાણવા જણાવવા સમર્થ છે. તેથી આત્મા લોકમાં સર્વોચ્ચ છે માટે તે મીઠડો છે. વળી આત્મા સિવાયના અન્ય કોઈ દ્રવ્યમાં પ્રેમતત્વ નથી તેથી પણ આત્મા મીઠડો છે અને આત્માની ગોષ્ટી મીઠડી છે. આત્માની વાત સહુને સાંભળવી ગમે એવી છે. કારણ કે તે ઘરની વાત છે અને ઘરની વાત સાંભળવામાં કોઈને કંટાળો આવતો નથી. બલકે ઘરના સમાચાર મેળવવા માટે તો તે આતુર - ઉત્સુક હોય છે.
એટલું જ નહિ પણ વીતરાગ જિનેશ્વર ભગવંતોની સ્યાદ્વાદ યુકત વીતરાગવાણીથી આત્માનું સ્વરૂપ જે સમજમાં આવે છે તે પણ એટલું સુસ્પષ્ટ : અને પરિપૂર્ણ યુકિલયુકત છે કે એના જેવું અન્યમાં જોવા સાંભળવા સમજવા મળતું નથી તેથી આત્માની આવી મીઠી મીઠી વાતો સાંભળીને - સમજીને આત્મા જ મને હવે મીઠડો લાગે છે અને આત્મા સિવાયનું સર્વ ખાટું - બેસ્વાદ - અસાર લાગે છે.
મને તો મારો જ આત્મા એના સ્વયંના પરમાત્મ સ્વરૂપને પ્રગટ કરે અને એ એના વૈયકિતક પરમાત્મસ્વરૂપ રમણતામાં રહે એ જ પ્રત્યેક આત્મવાદ માન્ય છે. “હું હું છું, “તું” તું છે અને તે' (ભગવાન પરમાત્મા) તે છે. જે તે છે તે જહું છું અને તું છો. તે (ભગવાન) નું તેપણું (ભગવાનપણું) પ્રગટ - પ્રત્યક્ષ છે. મારું હું પણું (ભગવાનપણું) મારામાં અને તારું તારામાં અપ્રગટ-પરોક્ષ છે. તે (ભગવાન)ના આલંબને મારું મારે અને તારું તારે પોતપોતામાંથી પ્રગટ કરવાનું છે.
લોક અને લોક વ્યવહાર - દુનિયા અને દુનિયાદારી કેવી છે તે જણાવતા યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી જણાવે છે.”
“દુનિયા છે દીવાની છે, તેમાં શું ચિત્ત ધરે, જોને જરા જાગી રે, માથામાં મુંઝી શાને મરે ? ઘડીમાં સારો ઘડીમાં ખોટો. દુનિયા બોલે બોલ, સારા ને ખોટા કહેવે કોણ કરે તસ તોલ? સમજીને સહુ સહેવું રે, કરશે જેવું તેવું ભરે. દુનિયા.
સાધનાની વૃદ્ધિથી શુદ્ધિની વૃદ્ધિ છે અને શુદ્ધિની વૃદ્ધિથી સત્વની વૃદ્ધિ છે.