________________
આનંદઘન પદ - ૩૯
૨૭૯
મેળવવા મથનારા મોહનને પણ એ ધૂતારી મોહિની - મોહનીયકર્મ ઠગે છે.
અપ્સરા મોહિનીની લપેટમાં આવેલા પોતાના મનમોહન મોહનગારા ચેતનસ્વામીને એ મોહની લપેટમાંથી છોડાવવા સમતા-ચેતના આનન્દના ઘનસ્વરૂપ એવાં પ્રભુ પરમાત્માને વિજ્ઞપ્તિ-પ્રાર્થના કરે છે કે મોહ-માયા-મમતાના સકંજામાં સપડાયેલાં મારા ચેતનસ્વામીને પ્રભુ ! અમારી (હમાહીરી - અમ્હારી - અમારી) દાદ (દાહ) - ફરિયાદ સાંભળીને છોડાવી દો અને એને પરઘેરથી મારા સમતાના - ચેતનાના - સ્વઘરે પાછા વાળો એવી અમારી ચાહ (દાહ-દાઝ) છે. કારણ કે એના દર્શનની તરસના દાહથી હું બળી મરી જઈ રહી છું.
પદનો બોધ એ છે કે જ્યાં સુધી મોહનો સર્વથા ક્ષય થતો નથી ત્યાં સુધી મોક્ષ થતો નથી અને લાયક આત્મા પણ લાયકતા (સાયકતા) સિવાય નાયક (પરમાત્મપદ) બનતા નથી. એ મોહનો ઉપશમ (મન) થવો તે લાયકતા છે પણ એ નાયક-પરમાત્મા બનાવવા સમર્થ નથી. મોકાણ માટે સતત પરમાત્મપ્રભ સન્મખ રહી પરમાત્મપ્રભુ કૃપા વાંકતા રહી જાતને લuપડે રાખતા રહીશું તો ગુરૂપદ - પરમાત્મપદ પામીશું. “હું કાંઈ જ નથી અને આપ સર્વ છો” એવો દેવ-ગુર પ્રત્યેનો પરમવિનય જ પરમપદે બિરાજમાન કરો.
પ્રેમનો પ્રવાહ પ્રાણીમાત્ર પ્રત્યે વહેવા માંડે છે, ત્યારે સાઘક મોહના પંજામાંથી છૂટે છે. પ્રાણીમાત્રનો આદર એ અહિંસા છે. અનાદર એ હિંસા છે. આ અહિંસા એ સાધકની માતા છે. સાધક એના વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. પ્રેમના ઉજજવળ પ્રકાશમાં અહિંસારૂપી અમૃતનું પાન કરનારો અમરત્વની પ્રાપ્તિ કરે છે..
આપણી ભીતરમાં ચિંતાઓ, ભયો, તૃષ્ણાઓ છુપાયેલા છે. બહારથી એ આપણા કાબુમાં હોય પણ અંદરથી એ ઉછળતા હોય છે. સભાનપણે, સંપૂર્ણપણે તટસ્થ રીતે એને જોતા ન શીખીએ ત્યાં સુધી એ મૂળમાંથી જાય નહિ. અને તેથી ત્યાં સુધી લાયક એવા પણ આત્મા નાયક બનીને પરમાત્મા બને નહિ. જ્ઞાનનો સાવરણો લઈ વિકારો અને વિકલ્પોના કચરાને સાફ કરી અંતરના આંગણાને ચોખ્ખું કરવાનું છે, તેનાથી પરમાત્મા થવાના શ્રીગણેશ મંડાય છે.
ક્રિયા કરતાં ભાવ અને ભાવ કરતાં સમજ અને આશય ચઢે.