________________
૨૬૬
આનંદઘન પદ - ૩૭
ઈદ વિધિ - આ પ્રમાણેની વિધિથી - આ રીતે યોગમાર્ગ ઉપર આરૂઢ થયેલો, સમવસરણના રત્નના કાંગરા યુકત સ્વર્ણના ત્રીજા ગઢ ઉપર સમવરણસ્થિત સમવસરણ તીર્થાધિપતિ અષ્ટપ્રાતિહાર્યોથી શોભિત, મોહક, આકર્ષક, ચોત્રીસ અતિશયોથી યુકત પ્રભાવક મહિમાવંત, પાંત્રીસ ગુણોથી અલંકત વાણીથી તીર્થ સ્થાપક, મોક્ષમાર્ગ પ્રકાશક રત્નજડિત સ્ફટિકમય સુવર્ણ સિંહાસને બિરાજમાન તીર્થંકર અરિહંત ભગવંત અને એમના અનંત અનંતા
સ્વરૂપગુણોનું પદસ્થ ધ્યાન દ્રવ્ય ગુણ પર્યાયથી ધ્યાતો થકો સ્વયં અરિહંત બની મુકિતપુરીમાં પહોંચવાના - સ્વપદને પામવાના મનોરથો કરીશ.
દેવોમાં પણ ઈન્દ્ર સમા અને યોગીઓના પણ ઈશ્વર એવાં હે વાહલા દેવાધિદેવ યોગેશ્વર ! હું પણ આપના જેવાં મારા સ્વરૂપને પ્રગટ કરી સર્વથા. કર્મમુકત સિદ્ધવસ્થાને પ્રાપ્ત કર્યું જેથી બહુર - ફરીવાર માટે આ કર્મકદમમાં - પાપકર્દમ (કલિમે) - કલિમાં - કર્મકળણમાં આવવું નહિ પડે.
આ પદનો બોધ એ છે કે ચિત્તનો વિપસ દૂર કરી, કાયાને શીલવંતી બનાવી, ગ્રંથિભેદ કરી સભ્યત્વની પ્રાપ્તિ કરી ચિત્તને ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં જોડીશું તો એ ચોગે કરીને ભાવકર્મ (રાગ-દ્વેષ) નો નાશ થતાં દ્રવ્ય કર્મ અને શરીરાદિનોર્મ આપોઆપ ખરી પડશે. કુલ સ્વરૂપ ભવલમણના કળણમાંથી સર્વથા કર્મરહિત મુક્ત થઈ જવાથી ફરી કર્મકાલિમા - કર્મમળથી લેપાવાનું રહેશે નહિ.
જૈનદર્શન વિવેકના સર્વોચ્ચ શિખર પર આરૂઢ હોવાથી તેમાં વિવેક વિનાની અજ્ઞાન, અંધશ્રદ્ધા, કદાગ્રહ કે વિપરીત માન્યતા પ્રયુકત એક પણ ક્રિયાને સ્થાન આપવામાં આવ્યું નથી. જાગરણ વિનાના આચરણને જન દર્શન કોઈ મહત્વ આપતું નથી. જાગરણ પૂર્વકનું આચરણ હોય તો તેણે વિકાસના સોપાન સર કર્યા કહેવાય. અનંતકાળના પરિભ્રમણમાં એણે આચરણ કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, પણ તે આત્મભાવમાં - સ્વરૂપની દશામાં જાગ્યો નથી. યોગીરાજ પદે પદે મોહનિદ્રામાં પોઢેલા ચેતનને જગાડવા માટે ઢંઢોળી રહ્યા છે.
પરમાં જેને દુઃખ જોતાં આવડી ગયું તેના ભાગ્યની કોઈ અર્વાધ નથી.