________________
૨૬૪
આનંદઘન પદ - ૩૭
કાયબળથી આવાં તપ તપાતા નથી. સ્વરૂપના સત્યદર્શનના અભાવે સાધ્ય પ્રાપ્તિ માટે સાધનામાં પ્રયોજાયેલ સાધન નિર્દોષ ન હોવાથી આવાં અજ્ઞાન તપથી મોક્ષ ભલે ન થાય પણ પુય તો ઊંચી કોટિનું બંધાય છે.
નિરંતર ઉપશમભાવમાં રહેવા રૂપ ચાળણીથી ચળાઈને કંકર કોલસા આદિ રહિત ઝીણી ચૂર્ણરૂપ રાખરજ એ પણ કર્મ હોવાથી એને એ સૂકર્મરાજને પણ રાખરજ કહેલ છે જે પુરચરજ છે અને તે ચળાયેલી સૂક્ષ્મ હોવાથી સ્વપસંધાણ થતાં બે ત્રણ ભવમાં જ સહેલાઈથી ઉખેડી નાખી ભક્તિ મેળવી શકાય છે.
ટુંકમાં આનંદઘનજી મહારાજાનું કહેવું એ છે કે મોક્ષ મેળવવા આઠ કર્મોરૂપી મળને બાળવાની જરૂર છે. એને માટે જ્ઞાનની ધુણી ધખાવીને એટલે કે જ્ઞાન હવનકુંડમાં ધ્યાનનો અગ્નિ પ્રજવલિત કરવો પડે, જેનાથી આત્મા ઉપર લાગેલા કર્મો બળીને ભસ્મીભૂત થાય છે.
પરંતુ જ્યાં સુધી તીવ્ર દાવાનળ સમાન શુકલધ્યાનનો અગ્નિ પ્રગટે નહિ ત્યાં સુધી જીવે સંસારભાવથી નિવૃત્તિ કેળવી વિષયોના કળણમાંથી બહાર નીકળી ઉપશમભાવમાં રહી બાહ્યત્યાગ, તપ, સંયમપ્રધાન જીવન જીવવાનું હોય છે. આનાથી ઊંચી કોટિનું પુણ્ય બંધાય છે. એ પુણ્યકર્મબંધ કાળે પણ આત્માને આત્મભાવમાં જ કરવાનું લક્ષ્ય હોવાથી અને પ્રધાનતયા ઉપશમભાવ જ વર્તતો હોવાને કારણે ઉપશમભાવરૂપી ચાળણીથી ચળાયેલું સ્વચ્છ પુણ્ય બંધાય છે. અર્થાત્ પુણ્ય કે જે ભસ્મ છે, અધ્યાત્મમાં જ્ઞાનીને મન જે રાખી સમાન છે, પરંતુ ઉપશમભાવરૂપ ચાળણીથી ચળાયેલા હોવાના કારણે અતિ સ્વચ્છ હોય છે.
આદિ ગરકા ચેલા હોકર, મોહકે કાન ફરાઉ ધર્મ શુદ્ધ હોય મુદ્રા સોહે, કરુણા નાદ બજાઉં રે વહાલાતા...૩.
પદના બીજા ચરણના અનુસંધાનમાં કવિરાજ આ ત્રીજા ચરણમાં સ્વરૂપ પ્રગટીકરણની પ્રક્રિયામાં પ્રકૃષ્ટ પુણ્યકર્મના ઉદયનું કાર્ય બતાવી રહ્યાં છે.
પ્રકૃષ્ટ પુણ્યકર્મના ઉદયે હવેના ભવમાં ધર્મની આદિ કરનારા, તીર્થપ્રવર્તક આત્માએ પોતે પોતાને સ્વરૂપાનુશાસન આપી પોતામાં ઠરવાનું છે.