________________
આનંદઘન પદ
-
૩૭
૨૭૩
વસ્ત્ર ગાળ ભસ્મને લઈ લઈને મારા અંગ ઉપર એને મસળું (લગાઉ). અર્થાત્ હઠયોગીઓ જેમ કાચાની રાખ (ભસ્મ) થવાની છે એની સતત સ્મૃતિ રહે એ આશયથી કાયા ઉપર ભસ્મનું અને એમાંય સ્મશાનની ભસ્મનું વિલેપન કરે છે એમ હું પણ કર્મકંડેકી - કર્મરૂપી છાણાને ચિત્તરૂપી હવનકુંડમાં ધુનીમાં ધ્યાન અગ્નિમાં જલાવીને એ ખાખ થઈ ગયેલા કર્મની રાખથી અંગવિલેપન કરીશ.
-
છાણ જેમ ગાયના શરીરનો મળ છે અને તે એ મળને શરીરની બહાર ફેંકી દેવારૂપ મળત્યાગ કરે છે એમ અજ્ઞાનતાથી ઉદ્ભવેલા આઠકર્મરૂપી આત્મા ઉપરના મળને પણ આત્માએ બહાર ઉખેડી ફેંકવાનો છે.
ગાયનો છાણરૂપ મળ સૂર્યકિરણોના પ્રચંડ તાપથી સુકાઈ જાય છે. પછી તેને સહેલાઈથી જમીન ઉપરથી ઉખેડી શકાય છે અને ઈંધણ (બળતણ)ના કામમાં લઈ શકાય છે. એજ પ્રમાણે અજ્ઞાન, દુર્ધ્યાન, દુ:સંકલ્પવિકલ્પ, દુર્વ્યવહારાદિથી આત્મામાં ઉદ્ભવેલ મળ જે અષ્ટકર્મરૂપી મળ છે તેનો જ્ઞાન ધ્યાનાગ્નિથી નાશ કરી શકાય છે. એકલા કોરા બાહ્ય તપથી એ કર્મમળ બાળી શકાતો નથી.
–
વિષયોમાં ચોંટેલું ચિત્ત - ચૈતન્યમય ઉપયોગ વિષયોમાંથી ઉખડી ચિદ્ઘન - આનંદઘન સ્વરૂપ આત્મા તરફ વળે તો પ્રતિસમયે સત્તામાં રહેલાં કર્મો ઉદય ઉદીરણાથી પાકી પાકીને આત્મા ઉપરથી ખરી પડે છે - નિર્જરી જાય છે. આનું ઉદાહરણ અષ્ટાપદ તીર્થ ઉપર રહી તપસ્યા કરી રહેલાં ૧૫૦૦ તાપસો છે કે જે લબ્ધિના ભંડાર કેવળજ્ઞાન દાતાર જેવાં ગુરુ ગૌતમગણધરનો યોગ પામીને બાહ્યભાવનું ધ્યાન પલટાઈને આત્મસ્વરૂપનું અંતરધ્યાન બન્યું તો પારણું કરીને પણ કૈવલ્યલક્ષ્મીને વર્યાં.
હઠયોગીઓ ઉનાળાની બળબળતી બપોરે ચારે દિશામાં છાણા લાકડા બાળી એની વચ્ચે પંચાગ્નિ તપ તપવાનું આકરું તપ આદરે છે. આ છે તો બાહ્ય તપ પણ એમાંય કામ તો આત્માનું તેજ-આત્મ શક્તિ જ કામ કરે છે. આત્મશક્તિથી જ આવાં આકરા આતાપનાના તપ તપી શકાતાં હોય છે. કેવળ
તૈલધારાવત્ ઘારાબાદ્ધ જ્ઞાનપ્રવાહ વહે તો જ્ઞાયક જ્ઞાનમાં ઝળકે.