________________
આનંદઘન પદ - ૩૭
૨૬૧
હવે યોગીકવિ યોગપ્રક્રિયાનું કવન કરે છે.
જન સામાન્યમાં યોગ વિષે એવી કલ્પના - સમજ છે કે યોગ એટલે કામેન્દ્રિયને લંગોટમાં લપેટી એની દોરી કમર સાથે જડબેસલાક ફીટોફીટ ટાઈટ બાંધીને, શરીરે ભભૂતિ લગાવી, એક પગે ઊભા રહીને, બે હાથ આકાશ તરફ ઊંચા રાખી, પદ્માસન કે સિદ્ધાસન લગાવી, ધુણી ધખાવી આતાપના લેવી. મારો યોગ આવો કાયા પર બળાત્કાર કરવાનો જુલ્મી હઠયોગ નથી. હા ! લંગોટી, દોરી અને ગાંઠ જરૂર છે.
લંગોટ, દોરી અને ગાંઠનો હેતુ તે કામત્યાગ અને શીલ-બ્રહ્મચર્ય પાલનાનો જ છે. ચિત્તમાં ચોર છે તો કાયામાં જોર છે. કાયાના કામનાના તોફાનમાં મૂળ તો ચિત્તની ચંચળતા - ચળવિચળતા છે. ખોટું દર્શન છે તેથી ખોટું જ્ઞાન છે અને ખોટું વર્તન છે. વિપરીત ચિત્તથી વિપરીત ચેતના છે. અવિનાશીનું અજ્ઞાન છે અને વિનાશીમાં અવિનાશીની બુદ્ધિ સ્થાપીને પરમાં સ્વ બદ્ધિ કરીને, સુખ બુદ્ધિ રાખીને જે પર - જડ વિનાશી છે તેને સ્વ માની, ચેતન (કાયાને - જડને ચેતન) સમજી એને અવિનાશી અમર બનાવવાના અને એ અમર છે સમજી વ્યવહાર કરીએ છીએ જે મહામુર્ખામી - Blunder છે. દર્શનમાં - ચિત્તમાં જ મોહ હોય તો કાયા તો ચકળવિકળ થવાની જ ? કાયાને કચડવાથી કાંઈ મોહ થોડો કચડાવાનો છે? મેં તો મોહને - મૂળને જ કચડી નાંખ્યું છે. દર્શનમાંથી જ મોઢ દૂર કર્યો છે એટલે કે દર્શનમોહનીયનો લયોપશમ કરી સમ્યકત્વરૂપી દોરીની પ્રાપ્તિ કરી છે અર્થાત વિનાશીમાંથી અવિનાશીની બુદ્ધિનું ઉચ્છેદન કરી અવિનાશીમાં સ્થાપન કર્યું છે તેથી વિનાશીને વિનાશી રૂપે અને અવિનાશીનું અવિનાશી રૂપે સત્ય - સમ્યગ્દર્શન કરું છું.
દોરી સમકિતની છે તો લંગોટી શીલની છે. શીલની લંગોટી એ પંચા મહાવ્રત યુકત, દશ પ્રકારના યતિધર્મથી સુરક્ષિત, ષડકાયરસ સહિતની પંચાચાર પાલના અને બાર ભાવનાથી ભાવિત, મૈત્રી આદિ ચાર વર્તનથી પ્રવર્તિત, રત્નત્રયીની આરાધનારૂપ તથા તત્ત્વત્રયીની ઉપાસનારૂપ બ્રહ્મમાં ચર્ચા છે.
પરસત્તામાં ભળી જનારા નવી પરસત્તા ઊભી કરે છે.