________________
૨૩૦
આનંદઘન પદ
-
ઓળખ થતાં તારા અને મારા સ્વરૂપનો ભેદ સમજાયો છે. તેથી જ તો હવે મારામાં રહેલાં મારાપણાને પામવા - પ્રગટ કરવા, તારા બંધનમાંથી છૂટવા તારા થકી બંધાયેલી કર્મોની જંજીરોને તોડવા મેં સંગ્રામ માંડ્યો છે. તારા ભોગે મારા ભોગ લેવાય છે અને તારા કારણે ઘણું ઘણું રખડ્યો છું તેથી ત્યાગનો, વૈરાગ્યનો અને મારામાં રહેલાં મારાપણારૂપ ત્રિકાલ ચૈતન્ય ચિદ્ઘન પ્રભુ સાથે - ભગવાન આત્મા સાથે ચિત્તને જોડવાનો યોગપુરુષાર્થ - મોક્ષ પુરુષાર્થ આદર્યો છે.
-
પૂર્વે મારું ચિત્ત કાયાની માયાને કારણે તારી પાછળ પાછળ ખૂબ ભટકતું હતું. હવે તે યોગ તે જોડાણ ધરમૂળથી પરિવર્તન પામીને તારાથી તૂટી મારામાં... મારા વહાલા મારાપણામાં જોડાય છે. યોગીરાજના હૃદયોદ્ગાર છે... ‘તા જોગે ચિત્ત ચાઉં રે વાહલા’.
1
૩૭
66
‘તારા કાયાના જોગે - સંગમાં તો મારી (જાત)ની જાત અર્થાત્ સ્વરૂપનું સ્વરૂપ જ ખોવાઈ ગયું અને રીબામણ થઈ તે કારણે (જોગે) હવે હું મારું ચિત્ત મારા વહાલા ભગવાન આત્મામાં, પરમાત્મામાં, પરમાત્માના ગુણચિંતનમાં, પ્રગટ પરમાત્મપ્રભુના ચરણકમળમાં મારા ચિત્તને લગાઉં (લ્યાä) - સ્થાપું - જોડું છું !”
“હે વહાલા ! હે નાથ ! હે ત્રિભુવન શિરતાજ, ત્રિલોકનાથ ! અત્યાર સુધી તો મેં મારું ચિત્ત કાયા સાથે જોડ્યું હતું - કાયામાં ચોંટેલું - લાગેલું હતું પણ હવે એ ચિત્તને આપનામાં લગાઉં છું ! આપનું જેવું પ્રગટ સ્વરૂપ છે તેવું જ મારું મારામાં અપ્રગટ પ્રચ્છન્ન સ્વરૂપ છે, જે આપની ભજનાથી પ્રગઢ કરું ! કાયાને પણ જણાવી દીધું છે કે આજ સુધી હું તારી સાથે જોડાયેલો હતો અને તું જ્યાં લઈ જાય ત્યાં હું આવતો હતો પણ યાદ રાખ ? હવે તું મારી સાથે જોડાયેલી છે અને જ્યાં સુધી મારી સાથે જોડાયેલ છે ત્યાં સુધી હું જ્યાં જાઉં, હું જેમાં, જેની સાથે જોડાઉં તેમાં, તેની સાથે તારે જોડાવાનું છે અને મને મારાપણાને - મારા સ્વરૂપને પ્રગટ કરવામાં સાથ આપવાનો છે !”
સમકિત દોરી શીલ લંગોટી, ઘુલ ગુલ ગાંઠ ઘુલાઉ; તત્ત્વગુફાએઁ દીપક જોઉં, ચેતન રતન જગાઉ રે. વાહાલા...તા.૧.
સ્વસત્તામાં રહીને પરસત્તાનો નિકાલ કરવાનો છે.